________________
૧૪
નવપદ પ્રકાશ અભિમાન ન રહે તો સાધનાનો ઉલ્લાસ બન્યો રહે.
જે સાધક છે, સાધનામાં એને પ્રગતિ ન દેખાય તો તેને નિરાશા થાય છે. પણ સિદ્ધ ભગવંતને નજરમાં રાખીએ તો તો નિરાશા ન રહે; કારણ કે સિદ્ધ ભગવંત દેખાડે છે કે તું પણ અમારા જેવો છે. માત્ર અમારે આવિર્ભાવે અનંતગુણ ને તારે તિરોભાવે અનંત ગુણ છે. તિરોભાવ કેમ ? આવરણ ચડી ગયાં છે. પ્રભુને સ્તવનમાં કહે છે :
આવિર્ભાવે તુજ સયલ ગુણ, માહરે પ્રચ્છન્ન ભાવથી જોય” પ્રભુ ! મારામાં ને તારામાં શો ફરક છે? | તારામાં ને મારામાં અનંત ગુણ છે, તો ફરક શાનો? ફરક આ, તારામાં બધા ગુણો આવિર્ભાવે છે, પ્રગટ ભાવે છે. મારામાં બધા ગુણો તિરોભાવે છે, અપ્રગટ-ગુપ્ત-પ્રચ્છન્ન ભાવે છે.
મારે અપ્રગટભાવે (તિરોભાવે) છે એટલે ફકત આવરણ હટાવવાની વાર છે. એ લક્ષમાં રાખીએ તો એકલી ધર્મસાધના જ કરતા રહેવાનું મન થાય. મનને આ હિસાબ હોય કે “ચાલવા દે સીધી દિશામાં. જેટલું ચાલીશ તેટલું મથક નજદીક જ આવવાનું છે. આથી આશ્વાસન મળે છે, હિંમત મળે છે.
આશ્વાસન મોટી ચીજ છે, કારણ કે સાધના કરતાં કરતાં “હાય” નહિ, “નિરાશા' નહિ, પણ સાધનામાં આગળ ઘપાબે જવાનું છે, એક જ હિસાબ.
હાય !' કરનાર નિરાશ નિષ્ક્રિય બને છે.” સાધનાની ધૂન રાખે તે પુરુષાર્થી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org