________________
નવપદ પ્રકાશ
બાધક તત્ત્વો સંપૂર્ણ હટી જાય ત્યારે આત્મા કૃતકૃત્ય બને. બાધક તત્ત્વ છે ત્યાં સુધી એને હટાવવાનું કૃત્ય ઊભું છે; માટે એ કૃતકૃત્ય નહિ. અથવા કહો, જે કરવાનું હતું તે કરી લીધું, હવે કરવાનું કે સાધવાનું કશું જ બાકી રહેતું નથી, તેથી સદાને માટે એ કૃતકૃત્ય બની ગયા.
૧૨
જ્યાં સુધી સંસારી છીએ, ત્યાં સુધી કૃતકૃત્ય થયા નથી. નૃત્ય કૃત એટલે કે પૂરાં થયા નથી. સંસારી છીએ તો મૃત્ય ઊભા રહેવાનાં.
-
સંસારનું ગમે તેટલું કરો, તોય કૃત્ય કરવાનું ઊભું ૨ વાનું દા. ત. ગમે તેટલું ખાઓ, પીઓ, ચાલો, ઊંઘો, તોય ખાવાનું – પીવાનું - ચાલવાનું – ઊંઘવાનું ઊભું રહે છે. તેથી વિવેકી જીવોને ગ્લાનિ થાય છે, ‘હાય! આ સૂવાનું, આ ખાવાનું, આ પીવાનું આ ચાલવાનું હંમેશ ચાલુ ? હવે આ બલામાંથી કયારે છૂટાય ? કૃતકૃત્ય થાઉં તો છૂટાય.’'
હંમેશ માટે સિદ્ધ કેમ ?
તો-કે ‘સિત' એટલે બાંધેલાને ‘ધ' એટલે ધમી નાખ્યા બાળી નાખ્યા, તેથી સિદ્ધ. બધા કર્મોને જડ મૂળમાંથી બાળી નાખ્યા છે, તેથી હંમેશ માટે સિદ્ધ,
.
પ્ર૦- પણ પછી નવાં કર્મ નહિ ઊભા થાય ?
ઉ૦- જૂનાં કર્મો ઊભાં હોય તો જ નવાં કર્મો ઊભાં થાય, પણ કર્મ જ બધાં ૨વાના કર્યા, હવે નવાં કર્મ ઊભાં શાના પર થાય ?
અથવા ‘સિદ્ધ' એટલે કૃતકૃત્ય, તે એટલા માટે થાય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org