________________
સિદ્ધ
૧૩ કૃત એટલે સાધ્ય-સિદ્ધ કરવાનું યાને સાધના કરીને જે અંતિમ પ્રાપ્ત કરવાનું છે, તે મેળવી લીધું છે; તેથી સાધનાનો અંત આવ્યો. હવે સાધના કરવાની નથી રહેતી.
બુદ્ધ કેવી રીતે? બુદ્ધ છે એટલે કે ત્રિકાળવેત્તા-ત્રિકાળજ્ઞાતા છે, સર્વજ્ઞ છે, કવી વાતના જાણકાર છે, કોઈ વસ્તુ એમને અજ્ઞાત નથી, માટે બુદ્ધ છે.
ભણવાથી આપણી જાતને વિદ્વાન માનતા હોઈએ, જાણકાર માનતા હોઈએ, પણ આપણે કેવા બુદ્ધ ?
આપણે તો જેટલું જાણીએ છીએ, તેના કરતાં અનંત ગુણું આપણે નથી જાણતા.
અર્થાત્ બુદ્ધ કરતાં અબુદ્ધ અનંતગુણ છીએ.
જયારે સિદ્ધ ભગવાન લેશ પણ અબુદ્ધ નહિ, સંપૂર્ણ બુદ્ધ છે. તો આવા સિદ્ધ-બુદ્ધ-સર્વજ્ઞ ભગવંતને નજર સામે રાખીએ, તો જ અભિમાન ઓસરી જાય, ને જ્ઞાન સાધનાનો જીવનભરનો રંગ લાગે, સંતોષ ન મનાય.
આ તો કમનસીબી કેવી કે ઉપવાસ કરી લીધો, સંતોષ માન્યો, પણ સંતોષ શો? એ તો જેમ બે હજાર માઈલ જવું છે, ને ૨૫ માઈલમાં સંતોષ માન્યો ! તેના જેવો સંતોષ છે. અનંતયાત્રા-સંયમયાત્રા-સાધનાની યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંતોષ મનાય જ નહીં. અભિમાન નથી એટલે સાધનાનો સંતોષ નથી, એટલે સાધના ચાલુ ને ચાલુ રહે. સાધનામાં સંતોષ આવે તો સાધના મૂકી દેવાનું મન થાય. સંતોષ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org