________________
સિદ્ધ
પ્ર - ગુણીને નમસ્કાર કરો પછી ગુણને નમસ્કાર શા માટે કરવાનો ?
ઉ0- નમસ્કાર તે પ્રક્વભાવ એટલે કે ઝૂકવાનો ભાવ છે. જેને નમન કરીએ છીએ, તેની તરફ ઝૂકાવ થાય છે. તે પણ એના અમુક ગુણને લીધે ઝૂકાવ છે, એટલે ગુણ તરફ પણ સાથે મનનો ઝૂકાવ છે. માટે ગુણીને નમસ્કાર, એમ ગુણને પણ નમસ્કાર.
દા. ત. ગજસુકુમારને નમસ્કાર કેમ ?
તો કે એમણે જે ક્ષમા રાખી છે, તે તરફ આપણો ઝૂકાવ છે, “હું ઈચ્છું છું કે આવી ક્ષમા મને મળે,” આ વિચાર તે ક્ષમા તરફ ઝૂકાવ થયો. એટલે ગુણીને નમસ્કાર કરીએ તો સહેજે ગુણને નમસ્કાર થાય. માટે જ આપણે મહાવીર પ્રભુને વ્યકિત તરીકે નથી નમતા પરંતુ તેમનામાં અસાધારણ ગુણો હતા તેથી તેમને નમસ્કાર કરીએ છીએ. આવા સિદ્ધ ભગવાન થયા શી રીતે ? તો કે,
“કરી અષ્ટ કર્મક્ષયે પાર પામ્યા” સિદ્ધ ભગવાન અષ્ટ કર્મનો ક્ષય કરીને આ સંસાર પાર કરી ગયા. અત્યાર સુધી સંસાર-સમુદ્રમાં ફસેલા હતા પણ હવે આઠે કર્મોનો ક્ષય કરીને સમુદ્ર પાર કરી ગયા.
આ સૂચવે છે કે સર્વ કર્મનો ક્ષય કરવાથી મોક્ષ થાય.
કેટલાક માને છે કે “પર્વત પરથી ઝંપાપાત કર તો મોક્ષ થાય; “કાશીએ કરવત મુકાવો તો મોક્ષ થાય.” આમાં મોક્ષનો ઉદ્દેશ સારો છે, પણ પ્રવૃત્તિનો વિવેક સારો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org