________________
૮
નવપદ પ્રકાશ
હૃદયથી અનુમોદના કરો તે મળે એવો નિયમ છે; કેમકે અનુમોદના-પ્રશંસા એ બીજ કહ્યું છે. “ બીજું સત્પ્રશંસાદિ ’’ બીજમાંથી અંતે પાક-ફળ નીપજે.
અહીં સહજ આનંદની અનુમોદના છે.જેમ તપસ્વીને નમસ્કાર, તો ત્યાં તપની અનુમોદના છે, ક્ષમાશીલને નમસ્કાર, તો ત્યાં ક્ષમાની અનુમોદના છે, તેમ અરિહંતને નમસ્કાર તો ત્યાં અરિહંતપણાની અનુમોદના છે. એમ અહીં અનંત આનંદભર્યા સિદ્ધોને નમસ્કારમાં એમના સહજ અનંત આનંદની અનુમોદના છે; ને એ બીજ છે, તે અંતે સહજ આનંદ રૂપી ફળ સુધી પહોંચાડે.
“અનંત ચઉક્કયાણું ’
સિદ્ધ ભગવંત અનંત ચતુષ્કવાળા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, ને અનંત સુખ,- આ ચારને ‘અનંત ચતુષ્ક ’ કહેવાય છે. કવિ પ્રભુની સ્તવના કરે છે –
‘‘જ્ઞાન અનંતુ તાહરે રે દરિસણ તાહરે અનંત, સુખ અનંતમય સાહિબારે વીર્યપણ ઊલસ્યું અનંત; અનંત જિન આપજો રે, મુજ એહ અનંતા ચાર.’
અહીં ‘અનંત ચતુવાળા' એ વિશેષણ કહીને કારણ સૂચવ્યું કે સિદ્ધ ભગવાનને નમસ્કાર શા માટે ?
તો કારણ એ છે કે એ અનંત ચતુષ્કવાળા છે, માટે એમને નમસ્કાર.
અથવા આ વિશેષણથી એ સૂચવ્યું કે જેમ સિદ્ધ ભગવાનને નમસ્કાર, એમ અનંત ચતુષ્કને પણ નમસ્કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org