________________
૧૦૪
નહિ એસો જનમ બાર-બાર
માટે જે ખૂબ મહત્ત્વની બાબતો છે તે ય ધનથી મળતી નથી તો બીજાની ક્યાં વાત કરવી?
ધનથી ચંપલ મળે છે, કુદરતી પગ ક્યાં ય મળતા નથી; ચશ્માં મળે છે - આંખો નહિ; ટોપી મળે છે પણ માથું નહિ જ; ગાદી મળે છે પણ ઘસઘસાટ ઊંઘ તો નહિ જ (ઘેનની ગોળીથી તો ખતરનાક નિદ્રા જ મળે); ભોજન મળે છે પણ સાચી ભૂખ તો નથી જ મળતી.
અમારા શરીરના અંગો ક્યાંથી ખરીદી લાવ્યા હતા?” તેમ પૂછી જુઓ તમારા માતાપિતાઓને!
આ બધી મહત્ત્વની વસ્તુઓ માત્ર ધર્મથી મળી છે એ વાત જો સ્વીકારી લેવામાં આવે તો ધનની પ્રતિષ્ઠા અવશ્ય તૂટે અને ધર્મના મૂલ્યો ઘણાં ઊંચા આવે.
ધનનું મૂલ્ય વધી જાય એ રીતે જો કોઈ ધર્મ થતો હોય તો સાચા સાધુઓ કદી તેમાં સાથ આપે નહિ. આ છે જૈન શાસનની સાચી પ્રણાલિકા.
ધનનાં મૂલ્યો વધી જવા સાથે થતાં ધર્મ કરતાં એવો ધર્મ ન થાય તો સારો એમ કહીએ તો તે વિધાન અપેક્ષાએ ખોટું ન ગણાય.
વીતરાગનો ભક્ત હક્કોની મારામારી કરશે?
પૈસા જેવી ક્ષુદ્રમાં શુદ્ધ અને તુચ્છમાં તુચ્છ બીજી ચીજ જગતમાં કઈ છે? આણે તો વિશ્વમાં યુદ્ધો કરાવ્યા; ભાઈ-ભાઈના ગળા કપાવ્યા; સ્ત્રીઓને જીવતી સળગાવી, પતિ-પત્ની વચ્ચે પણ કજિયા કરાવ્યા; બાપ-દીકરાને કોર્ટે ધકેલ્યા! | સર્વ કલેશ; સર્વ દુઃખ, સર્વ પાપનું મૂળ આ પૈસો નહિ તો બીજું કોણ બન્યું
ખેર.... જગતની દશા ગમે તે હોય પણ અરિહંતનો અનુયાયી એના પાપે પલોટાય? એના હક્ક ખાતર મારામારીઓ કરે! બાપ-દીકરો, ભાઈ-ભાઈ, સગાંવહાલાં-સહુ પૈસા ખાતર બેશરમ બને! બેઆબરૂ બને! લાજવાબ ઝઘડા કરે!
જગતના જીવોમાં અને અરિહંતના અનુયાયીમાં કોઈ ભેદ તો છે કે નહિ? દુનિયા લડે, માટે અરિહંતનો સેવક પણ હક્કો ખાતર મારામારી કરે!
જે અરિહંતના આત્માએ પુણ્યથી પ્રાપ્ત થયેલા તમામ હક્કોને જતા કર્યા હતા એનો સેવક બાંયો ચડાવશે !