________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૩૯
ક્યાંય નથી આ ચિંતન!
અનેક રીતે આ ચિંતનને વિચારી શકાય. અહીં આપણે એના કાર્યક્ષેત્રનું આપેક્ષિક ચિંતન કરીએ.
વ્યવહારનયનું પ્રાધાન્ય “સ્વ” માટે બની રહેવું જોઈએ; નિશ્ચયનયનું પ્રાધાન્ય પર” માટે બની રહેવું જોઈએ.
દા.ત. આપણે પોતે આંતરિક રીતે ગમે તેટલા સારા હોઈએ પણ તેથી સંતોષ માનવો નહિ. આપણે બહારથી પણ એટલા જ સારા વ્યવહારની કટ્ટરતા રાખવી જોઈએ.
આપણો બાહ્ય વ્યવહાર ખૂબ ઊંચી કક્ષાનો-શાસ્ત્રીય-બની રહે તેવી અપેક્ષા સદા જીવતી રાખશું તો આપણા એ સુંદર બાહ્યાચારથી અનેક આત્માઓ ધર્મસન્મુખ બની જશે.
પણ બીજાઓ માટે તો આપણે નિશ્ચયનય જ લગાડવો. કોઈ શિષ્ય; ભક્ત કે ધર્મજન ગમે તેટલો શિથિલ હોય તોય આપણે તે શૈથિલ્યદર્શનથી સમાધિ ન ખોઈ બેસીએ તે માટે આ જ વાત વિચારવી કે, “બહારથી ભલે તે પર્વતિથિએ પણ તપ વગેરે નહિ કરતો દેખાય પરંતુ આંતરિક રીતે તે ખૂબ જ અનાસક્ત કે દુઃખિત કેમ ન હોય? માટે મારે કોઈ પણ ઉતાવળો નિર્ણય બાંધવો નથી.'
કેવું સુંદર વિભાગીકરણ... સબૂર આ બેય નયના સ્થાન ઉલટાવશો મા! નહિ તો હાથમાં સદ્ગતિને બદલે દુર્ગતિ.
ઓ સોનગઢી સ્વામીજી! જડની તો
તમે પ્રચંડ અસર માનો છો!
સોનગઢના આશ્રમવાળાઓ રાડો પાડી પાડીને લોકોને કહે છે, “આત્મા ત્રણે ય કાળમાં સત્, ચિત્ અને આનંદ સ્વરૂપ જ છે. જેવો આત્મા સિદ્ધભગવાનનો છે તેવો જ અત્યારે આપણો છે. એમની ઉપર જેમ જડની અસર થતી નથી તેમ આપણા આત્મા ઉપર પણ જડની લેશ પણ અસર થઈ શકતી નથી. કર્મ વગેરે બધા જડ છે એ આત્માને કદી બાંધી શકે જ નહિ.'
આવી ઘણી વાતો તે લોકો કરે છે. મારે તો તેમને ત્રણ જ વાત પૂછવી છે.
(૧) શરીર ઉપર વસ્ત્ર કે એક નાનકડી ચીંદરડી પડી હોય તો તમારા મતે તે આત્માને સ્વરૂપનું પ્રગટીકરણ થાય ખરું?