________________
નહિ એસો જનમ બાર-બાર
૨૫૭
નંદિષેણ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને પણ પ્રાણત્યાગ કરવા તૈયાર થયા હશેને?
જે સંસારત્યાગીઓ ડગે ડગે અને પળે પળે શરીરમા રતુ ધર્મસાધન નું સૂત્ર આગળ કરીને શરીરની અતિ માવજતમાં પડયા છે તેઓ દેહને સાચવીને સત્ત્વનો વિનાશ કરવાનું ભયાનક વલણ લઈ રહ્યા નથી શું? દેહની અતિમાવજત આત્માના સત્ત્વનો વિનાશ કરવામાં કદી પીછેહઠ કરતી નથી. વિકારો જાગીને જ રહે છે; સત્ત્વનો ભોગ લઈને જ જંપે છે. જો આ વસ્તુસ્થિતિ છે તો શા માટે સત્વના ભોગે દેહની રક્ષા કરવાના ધોકાબાજ રસ્તે ડગ માંડવો?
ઓ! ત્યાગીઓ હવેલી લેતાં
ગુજરાત કાં ખૂઓ! ત્યાગીઓ! તમે સંસાર મૂકયો. આખો સાગર તરી ગયા હવે ખાબોચીએ ડૂબી જાવું છે! આખો હાથી નીકળી ગયો. હવે પૂંછડે અટકી જશે! અફસોસ !
સંસાર ત્યાગ્યા પછી પણ જો સંસારના અશુભ નિમિત્તોથી બાર ગાઉ છેટા રહેવાની સાવધાની રાખવામાં ન આવે તો ગમે તેવા ખાનદાન ત્યાગીને પણ એની ખાનદાની ય બચાવી ન શકે. ફરી એનો રાગાદિમય સંસાર અંતરમાં જાગે અને પ્રતિપળ પજવ્યા કરે.
પછી તો વાત આગળ પણ વધી જાય. જે ખાનપાનાદિ ભોગોની ઈચ્છા જાગે તેને પૂર્ણ કરવામાં આવે અને સંતના વેષમાં સંસારીને ટપી જાય તેવું દંભી જીવન સડેડાટ ચાલ્યું જાય! ભાઈને તો હવે કોઈ વાતે અફસોસ પણ ન રહે.
કેટલી બધી દુઃખદ બાબત છે! હવે આ જગતના જીવોને દુઃખોથી અને પાપોથી કોણ બચાવશે? અરે ! રક્ષક જ ભક્ષક બન્યો ત્યાં ફરિયાદ કોને કરવી?
જગતના જીવોના સુખ અને શાંતિ મહત્ત્વના છે? કે પોતાના ભોગસુખોની પૂર્તિ મહત્ત્વની છે ?
ભોગપૂર્તિના જીવનમાં ખરડાયેલો વેષધારી શું કદી પણ આ જગતને સુખશાંતિ આપી શકવાનો છે? રામ, રામ કરો.
હવેલી લીધી... ગુજરાત ખોઈને? ઓ મૂર્ખ ત્યાગી! તારી આ બદનસીબીનું દર્શન તો કર. ભોગો પામીને તું શું પામ્યો? તેં તારા બે ય ભવ બગાડયા! જીવો પ્રત્યેની તારી ફરજથી તું ભ્રષ્ટ થયો! હવેલી પણ તને ક્યાં મળી?