________________
નહિ એસો જનમ બાર-બાર
શ્રીમંતોના જ દિમાગમાં મુખ્યત્વે આવા ભ્રામક વિચારો સડતા હોય છે. આપણે તેમને પૂછવું જોઈએ કે તમારા પૈસાથી તો આંખને ચશ્માં જ ચડશે; માથે ટોપી ચડશે અને પગે બૂટ ચડશે. ઊંઘવા માટે ડનલોપ મળશે; ભોજન માટે ગુલાબજાંબુ મળશે? વાંઝીઆપણાનું મહેણું ટાળતા કદાચ બાળકો ય મળશે. પણ શું એટલું જ, આ જગતમાં જીવવા માટે બસ છે? શું આંખને નિર્વિકાર ભાવની પણ જરૂર નથી? માથાને સારા વિચારોની જરૂર નથી? પગને સુપથગમનની તાકાતની જરૂર નથી?
ડનલોપ, ગુલાબજાંબુ કે બાળકો મળે તેથી શું? શાંતિ ન મળે તો? હાય! એ સંસાર તો ભડકે સળગી ઊઠે! હવે તમે જાણો છો? કોણ આપે છે એ નિર્વિકારભાવો વગેરે ?
સાધુસ્તો. એમની કૃપાથી જ એ ભાવો પ્રાપ્ત થાય છે. એ વાત જ્યારે સમજાશે કે, “વિકારી આંખે ચશ્માં ચડાવવા કરતાં આંખો ન હોય તે સારી.'' ત્યારે જ નિર્વિકારભાવનું પ્રદાન કરતાં સાચા સાધુ, કેટલી મૂડીના સ્વામી છે એ વાત બરોબર સમજાઈ જશે.
સંતોની જરૂર ક્યાં?
એક પ્રસંગ સાંભળ્યો છે. અમદાવાદની કોઈ મીલના તમામ સંચાઓ બપોરના સમયે એકાએક કામ કરતા અટકી ગયા. દોડધામ મચી ગઈ. બધું નિષ્ફળ. ત્રણ ત્રણ દિવસ વીતી ગયા. માલિક અને મેનેજરની હતાશા આસમાનને આંબી ગઈ.
ત્રીજે દિવસે સાંજે એક ગામડીઓ આવ્યો. મીલમાં આંટો મારીને માલિકને કહ્યું, “હું આ બધા સંચા ચાલુ કરી દઉં તો મને દસ હજાર રૂપિયા આપશો?'' માલિકે તરત જ તેની માંગણી કબૂલ કરીને બેરર ચેક ફાડી આપ્યો.
નાનકડી હથોડી લઈને એગામઠી ઈજનેર ફરી મીલમાં ગયો. એક લોખંડની પટી તેલથી જામ થઈ ગઈ હતી તેની ઉપર જોરથી હથોડી મારી. બધા સંચા ચાલુ થઈ ગયા. કુતુહલથી સાથે આવેલા માલિક તો આભા જ બની ગયા. એ બોલી ઊઠયા, “રે! આ હથોડી મારવાના દસ હજાર રૂપિયા તે હોય!”
ઠાવકા મોંએ ગામડીઆએ કહ્યું, “શેઠ, હથોડી મારવાનો તો એક જ રૂપિયો ચાર્જ કર્યો છે પણ હથોડી ક્યાં મારવી? તેના ૯૯૯૯ રૂ. મેં લીધા છે!”
ગામઠી ઈજનેર જેવા સદ્ગુરુ છે. ધર્મી-જન ધર્મ તો કર્યા જ કરે છે! અનંતભવમાં