________________
નહિ ઐસો જનમ બાર-બાર
એવાં પાપો આ સદીના માનવશરીરોમાં રોગરૂપે દેખાં દેતાં રહે છે! | દર વર્ષે મોટરો વગેરેના જેમ નવા “મોડેલો' બહાર પડે છે તેમ પ્રતિવર્ષ નવા પાપો-અતિ ભયાનક મર્યાદાને વટાવી જતાં પ્રગટ થતાં જ રહે છે.
કોણ જાણે આ માનવજાતને હવે શું કરી નાંખવું હશે? એક પ્રશ્ન થાય છે કે ઉન્માદની ઝીંકમાં ભીંસાતા આ માનવના મનોવેગને છુટ્ટો દોર આપી દેવાનું કહેવામાં આવે તો શું થાય?
ઓહ! એની કલ્પના કરતા તમ્મર આવી જાય! એકેકો માનવ સો સો શેતાનની તાકાત ધરાવતો મહાશેતાન બની જાય.
પાપનું પ્રત્યક્ષ ફળ
પાપ કરનારને મોક્ષભાવ ન મળે; પરલોકમાં સદ્ગતિ ન મળે; મરણની પળોમાં સમાધિ ન મળે, પણ એ બધી વાતો પછી કરશું.
પાપ કરનારને જીવનમાં આ જ જીવનમાં શું ન મળે ? કહું? શાંતિ....
એને મળે બેચેની, ઉદ્વેગ; અજંપો, ટૂંકમાં-અશાંતિ. દુનિયાને ભલે એનામાં શાંતિ દેખાતી હોય પણ એની શાંતિ ભારેલા અગ્નિ જેવી હોય છે. ક્યારે ઉગ્ર સંઘર્ષના સ્વરૂપે ધડાકો કરે એ કહી ન શકાય; કલ્પી પણ ન શકાય;
ઈંજેક્શનના બળથી તાવ દાબી દીધા બાદ થર્મોમીટર મૂકવામાં આવે તો નોર્મલ જ દેખાડે છે ને? પણ જો કોઈ એને ખરેખર ઊતરી ગયેલો તાવ માનીને ખાનપાનમાં બધી છૂટ મૂકી દે તો દગો જ રમાઈ જાય ને ? એ તાવનો જે ઊથલો આવે તે કેવો જીવલેણ હોય?
બરોબર આવુ જ પાપાત્માઓના મનનું વલણ હોય છે. એમાં પાપો દબાયેલા પડી રહે છે; પુણ્યના બળથી.
જ્યાં સુધી પાપી પુણ્યનું બળ જોર કરે ત્યાં સુધી પાપીને કોઈ પાપી કહી ન શકે; પાપને પાપ મનાવતી બુદ્ધિ મળી ન શકે; પાપી મિત્રોનો જ સંગ મળ્યા કરે, વગેરે સંયોગોમાં એ પાપાત્મા દબાતો રહે. ભલે પુણ્યના બળથી એ પાપો દબાયેલા રહ્યા. પરંતુ હકીકતમાં એનો વિગમ તો નથી જ થયો; એટલું જ નહિ પરંતુ દબાયેલા એ પાપોના પ્રત્યાઘાતરૂપે મનમાં અતૃપ્તિ આદિ જનિત અસ્વસ્થતા-અશાંતિ તો