Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 297
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૭ થવાના ભયથી જે પાપ ન કરે તે અધમજન કહેવાય. વર્તમાન સ્થિતિનો વિચાર કરતાં અધમજનમાં ય કેટલાનો નંબરલાગે તે પ્રશ્ન થઈ પડે છે; કેમકે મોટા ભાગે પાપ વિનાનું કોઈનું જીવન જ દેખાતું નથી. છતાં હવે આ સ્થિતિના લોકોમાં ઉપરોક્ત શ્લોકનો મેળ બેસાડીને ઉત્તમાદિનું વિભાગીકરણ કરવું હોય તે આ રીતે કરી શકાય ખરું. પાપો કરવા છતાં સ્વભાવથી જ જેને પાપકરણ ન ગમે તે ઉત્તમ; પરલોકભયથી ન ગમે તે મધ્યમ અને બેઆબરૂ થવાના ભયથી ન ગમે તે અધમ. બસ... આ છેલ્લી વ્યાખ્યા છે. આર્યદેશના માનવ તરીકેનું જીવન મહાપુણ્યોદયથી મળે છે; તેમ આર્યદેશના માનવને પાપકરણ (હવે પાપપ્રીતિ) મહાપાપોદયે જ સંભવે છે. મહાપુણ્યોદય અને મહાપાપોદય બે ય અત્યંત દુર્લભ છે. અફસોસ ! આજે બે ય સૌને સુલભ થઈ ગયા. ખેર... છતાં જો પાપકરણ પ્રત્યે તીવ્ર નફરત હોય તો ય ઘણું. બેઆબરૂ થવાના ભયથી પણ તે નફરત પેદા થઈ હોય તો ય ચાલશે. પાપ પ્રત્યેની તીવ્ર નફરતવાળો પાપી હશે તો ય... પાપી રહી શકશે નહિ. છેલ્લામાં છેલ્લી વાત... પાપ મજેથી તો ન જ કરો આર્યદેશના કોઈ પણ માનવની ભાવના મોક્ષપદ પ્રાપ્ત કરવાની હોવી ઘટે. એમાંથી એ જેટલો ખસે તેટલો એ અનાર્ય જ કહેવાય. જેને મોક્ષનુ પદ પામવું હોય તેણે સાધુ બનવું જ પડે; સાધુ બનવા માટે ઘર ત્યાગવા માટે ઘરને ભૂંડું માનવું જ પડે. પણ ધારો કે તે આત્મા સાધુ થઈ શકે તેમ નથી; ઘર ત્યાગી શકે તેમ નથી તો ? અફસોસ! તો છેવટે સાધુ બનવાની તીવ્ર ભાવનાથી ભાવિત તો થવું જ પડે. એથી લાભ શું ? આ રહ્યો ઉત્તર... સાધુ બનવાની તીવ્ર તમન્નાવાળા આત્માઓને સંસારમાં જે પાપો કરવા પડે તેમાંથી તેમનો રસ સાવ ઊડી જાય છે. પાપ રૂપી એ સાપ, વિષની કોથળી વિનાના થઈ જઈને નિર્માલ્ય બની જતા હોય છે.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300