________________
નહિ ઐસો જનમ બાર-બાર
આ થવાનું કારણ એક જ છે, ‘લગભગ દરેકના હૈયેથી પાપનો ભય નાબૂદ
થઈ ગયો છે.
૨૯૫
હવે લાંચરુશ્વત, અનીતિ કે અનાચાર વગેરેને પાપ જ કોણ માને છે? એનાથી ડરે છે જ કોણ?
આવા સર્વઘાતકી પાપોને કોઈ પણ સરકાર કે ગવર્મેન્ટ, ધાકધમકીથી દૂર કરી શકે તેમ નથી. જ્યાં સુધી જનહૃદયમાં પાપથી ફફડાટ પેદા નહિ થાય ત્યાં સુધી આખા રાષ્ટ્રને; સમસ્ત પ્રજાને અને સંસ્કૃતિને અને આત્માને ભરખી જતા પાપોનો નાશ કોઈ પણ નહિ કરી શકે; ના... ખુદ ભગવાન પણ નહિ.
પાપનો છોડ ખેંચતા જ રહો
પાપવાસના તમારી પાછળ ભૂતડીની જેમ વળગી છે? તમારો કેડો છોડતી જ નથી? એથી પાપો થયા વિના રહેતા જ નથી? પાપ કરવાની ઈચ્છા થઈ જ જાય છે ?
ખેર... દર્દ બેશક, ઊંડું ગયું છે. પણ હજી અસાધ્ય તો નથી જ બન્યું. શાસ્ત્રકાર પરમર્ષિઓની એક વાત બરોબર સમજી રાખો કે, ‘‘અનાદિકાળથી ભવભ્રમણ કરતાં જીવે ખૂબ ખૂબ પાપો કર્યા છે; કોઈ પણ પાપ બાકી રાખ્યું નથી.’’
હવે કહો જોઉં? એ આત્મામાં એ બધા ય પાપોના સંસ્કાર કેવા જામ થઈ ગયા
હશે !
આવા જીવને પાપવાસના જાગતી રહે તેમાં નવાઈ પણ શું છે?
ખેર... હવે તમને એક રસ્તો બતાડું. જરા ય હતાશ બની ગયા વિના એ માર્ગને અપનાવી લો.
પાપ થતાંની સાથે એનો ઘોર પશ્ચાત્તાપ કરો અને, “હવે તો આ પાપ નહિ જ કરું.’' એવો હાર્દિક સંકલ્પ કરો.
પછી ભલે ફરી પાપ થઈ પણ જાય તો ફરી એનો પશ્ચાત્તાપ અને ફરી સંકલ્પ.
બસ... પાપને પ્રજ્વળવાનું જ કામ કરવું હોય તો તમે તમારું રડવાનું અને સંકલ્પ કરવાનું કામ પણ કરતા જ રહો. ના... એમાં જરા ય દંભ ન કહેવાય; અને નિષ્ફળ પ્રયત્ન પણ ન કહેવાય. આવા પશ્ચાત્તાપ અને સંકલ્પનું ફળ અવશ્ય આવશે. એક વાર પાપનો એ છોડ કરમાવા લાગશે; અંતે મરી જશે.