Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ 300 નહિ એસો જનમ બાર-બાર હવે આજના પાપ કરનારા આર્યજનોને આર્યજન શી રીતે કહેવાય? છતાં પાપ કરનારાઓને પણ આપણે મુક્તિના સ્ટેશને પહોંચાડવા છે. ચાલો; તેમના માટે એક “સ્પેશિયલ-ટ્રેન દોડાવીએ. તેમાં કોઈ પણ કલાસની તેમણે ટિકિટ લઈ જ લેવી રહી. પાપ કરવા છતાં જેને સ્વભાવથી જ પાપ ગમે નહિ તે આ સ્પેશિયલ-ટ્રેનના ફર્સ્ટ કલાસમાં ચડે; પરલોકભયથી જેને પાપ ન ગમે તે સેકંડ કલાસમાં બેસે; અને બેઆબરૂ થવાના ભયથી જેને પાપ ગમે નહિ તે થર્ડ કલાસમાં ચડી જાય. જો આ ટ્રેઈનમાં ય ક્યાંય નંબર નહિ લાગે તો પોક મૂકીને રડયા કરવાનું બાકી રહેશે.

Loading...

Page Navigation
1 ... 298 299 300