Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 288
________________ ૨૮૮ નહિ એસો જનમ બાર-બાર સતત રહ્યા જ કરતી હોય છે. આવી અશાંતિને જીવ લઈને જ જંપતી ડાકણની ઉપમા જ ખૂબ યથાર્થ છે. પશ્ચાત્તાપ અને વંદના બે બળો ભેગા થાય ત્યારે બેટરી ચાર્જ થાય. નેગેટીવ અને પોઝીટીવ. જીવનને બેટરીની ઉપમા આપીએ તો તેને “ચાર્જ કરીને પ્રકાશ પામવા માટે ય બે બળોની જરૂર છે. નકારાત્મક અને હકારાત્મક. જીવનનો અંધકાર એટલે જીવનના પાપો... શાસ્ત્રનિરપેક્ષ જીવન. એ અંધકારનું વિલોપન કરવા માટે પશ્ચાત્તાપની અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે. જે જલતો નથી; જીવનના પાપોની સ્મૃતિથી... તે કદી પ્રકાશ પામતો નથી. પાપોની પશ્ચાત્ (પછી) તપવું. જલવું. એનું જ નામ પશ્ચાત્તાપ. પણ એકલો પશ્ચાત્તાપ નહિ ચાલી શકે, વસ્તુતઃ સાચો પશ્ચાત્તાપ એકલો હોઈ શકતો નથી. એની બીજી બાજુ સ્વયંભૂ રીતે પ્રાપ્ત થઈ જાય છે. પશ્ચાત્તાપ એ નકારાત્મક બળ છે. હા... નકારાત્મક છતાં ય બળ તો ખરું જ. નકારાત્મક કહીને એને વગોવશો નહિ. બેટરી ચાર્જ થવામાં જેટલું મૂલ્ય પોઝીટીવ બળોનું છે, એટલું જ મૂલ્ય નેગેટીવ બળોનું છે. એને જરાક પણ ઓછું મૂલ્યવાન તો નહિ જ કહી શકાય. પણ મૂલ્યવાન પશ્ચાત્તાપ માત્રથી નહિ ચાલે. એની સાથે હકારાત્મક બળ પણ અનિવાર્ય છે. એ “પોઝીટીવ ફોર્સ'નું નામ છે વંદના.. નિષ્પાપોને વંદના, આપણને અત્યંત ઝડપથી નિષ્પાપ બનાવે. પાપના પશ્ચાતાપની સાથે નિષ્પાપને વંદનાઓ.... વંદનાવલિઓ..... તો હોવી જ ઘટે. આ બે ય “ફોર્સ” ભેગા થાય કે જીવન નિષ્પાપ બની જાય. પછી એ જીવનને ટકાવી રાખવું હોય તો સદાની શરણ્યોની શરણાગતિ અનિવાર્ય છે. પાપ; સાપથી ય ખરાબ વધુ કોણ ખરાબ? પાપ કે સાપ?

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300