Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 291
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૯૧ દુઃખોને આપણે ઊધઈની ઉપમા આપી શખીએ; કેમકે જીવનના કબાટને વળગી પડીને, એને કોરી નાંખીને એ ખતમ કરી નાંખે છે. બે-પાંચ દુઃખોમાં ઝડપાયેલો કોઈ માણસ નથી જોયો? કેટલો બધો દયામણો લાગે છે? સ્થળમતિ માનવ તો દુ:ખોને જોઈને જ એવો બેબાકળો બની જાય છે કે એની જનેતાને જોવા-વિચારવાની એની કોઈ તૈયારી જ હોતી નથી. મહાસંતોએ એની જનેતા આપણી નજરમાં લાવી મૂકી છે. દુ:ખોની જનેતા છે પાપસંસ્કારો... જનમ જનમના.. વારંવાર પાપો કરતા રહીને તગડાબાજ બનાવેલા... આત્મામાં એકરસ બની ગયેલા.... દુઃખો તો ભોગવવાથી ક્ષીણ થઈ જાય છે; પરંતુ પાપોના પડી ગયેલા - આત્મામાં જામ થઈ ગયેલા - સંસ્કારો ઉત્તેજિત થઈને નવા પાપો જન્માવતા જ રહે છે અને ફલતઃ નવા દુઃખો જન્મતા જ રહે છે. જ્યાં સુધી એ પાપ સંસ્કારોનો નાશ નહિ થાય ત્યાં સુધી પાપો અને દુઃખોનો પૂર્ણ નાશ નહિ થાય. જશે પાંચ દુઃખો; પણ નવા પંદર દુઃખો ઊડી આવીને બેસી જ જશે. માટે જ કહું છું કે દુઃખની ઝાઝી ફિકર કરો મા! ચિંતાજનક તો છે પાપસંસ્કારો! ઊધઈની મહારાણી. ઝેર, સાપ અને તેનું ઘર - ત્રણે ય ખરાબ ઝેર ખરાબ; કેમકે તે મારે છે. સાપ ખરાબ; કેમકે તે ડંખીને ઝેર દે છે. સાપનું બિલ ખરાબ; કેમકે તેમાં સાપ રહે છે. હકીકતમાં તો ઝેર જ ખરાબ કહેવાય કે જે મારનારી વસ્તુ છે. છતાં સાપ પણ સહુને ખરાબ લાગે છે, ભલે પછી તે દૂર પડયો હોય. સહુ કહે છે, “ભાઈ! સાપનો તો ભરોસો નહિ; કદાચ એકદમ દોડી આવે અને ડંખ મારી દે તો? મરી જ જવાય ને ! પણ વાત આથી ય આગળ વધી છે; સાપના બિલમાં ય કોઈ હાથ નાંખતું નથી. શું સાપની જેમ, સાપનું બિલ કદી ડંખ મારવાનું છે? નહિ જ.. તો ય તેમાં

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300