________________
૨૯૦
નહિ એસો જનમ બાર-બાર
જમાતને મન ડાબા હાથની રમત જેવી વાત છે.
તો શી રીતે નિષ્પાપ બનવું? આ રહ્યા તે માટેના છ પગથિયાં.
ક્રમશઃ જ એની ઉપર ચડવું પડશે. પૂર્વપૂર્વનું પાકું કર્યા વિના આગળ વધશો તો બધા ય કાચા રહી જશે.
૧. પાપનો પાપ તરીકે સ્વીકાર કરો
ભગવાન જિનેશ્વરોએ જેને પાપ કહ્યું તેને તમે પણ પાપ તરીકે જ સ્વીકારો. આ પગથિયું ખૂબ જ કઠિન છે. આની કચાશને કારણે જ ઘણા આત્માઓ નિષ્પાપ બની શકતા નથી. પાપને ત્યાગવું હજી સહેલું છે પરંતુ તેને પાપ સમજીને પાપ તરીકે ત્યાગવું તો અત્યંત કઠીન છે.
૨. પાપથી ધૂજો : જેને પાપ માન્યું તેની કલ્પનાથી પણ ધ્રૂજી ઊઠો.
૩. પાપના નિમિત્તોથી નાસી છૂટો પાપ કરાવનારા જે સાધનો હોય તેનાથી સદા વેગળા રહો.
૪. પાપના પશ્ચાત્તાપપૂર્વક સખ્ત દંડ રાખો : નિમિત્તોથી દૂર રહેવા છતાં પાપ થઈ જાય તે પણ બને. તેવી સ્થિતિમાં ઘોર પશ્ચાત્તાપ કરો અને તેનો સખ્ત દંડ ભોગવો.
૫. નિષ્પાપને વંદના કરો : પણ માત્ર પશ્ચાત્તાપ નહિ ચાલે. વળી આપબળે કાંઈ પાપો જિતાય પણ નહિ. નિષ્પાપને વંદના કરીને જ એ બળ મેળવી શકાય.
૬. નિષ્પાપની શરણાગતિ વારંવાર લો : દિવસમાં જ્યારે ને ત્યારે નિષ્પાપ મહાત્માઓ અને પરમાત્માઓનું માનસિક શરણ સ્વીકારો.
ઊધઈની મહારાણી : પાપ સંસ્કારો
લાખો ઊધઈથી ખદબદી ઊઠેલા કોઈ કબાટને જોઈને ગમે તેવો માણસ કંપી ઊઠે છે.
પણ એ ઊધઈઓની જનેતા મહારાણી એની નજરમાં ઝટ આવતી નથી. જો લાખો ઊધઈ ચિંતાજનક હોય તો તેની જનેતા મહારાણી કેટલી ચિંતાજનક હોઈ
શકે ?