________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૮૯
સાપના ડંખ કરાતાં ય કાતીલ; શું પાપનો ડંખ નથી?
પાપના વિષ તો ભવોભવ મારે; જ્યાં એ પાપાત્મા જાય ત્યાં એના પાપોદયે અનેકોને દુઃખી કરે; પાપી પણ બનાવે. ખૂબ જ ખતરનાક ચેપ છે પાપનો...
પાઘડીવાળો એક માણસ રસ્તા ઉપરથી ચાલ્યો જતો હોય અને કોઈ એકાએક તેના નામની બૂમ પાડીને કહે, “અરે! અમથાભાઈ, તમારી પાઘડીમાં સાપ છે!'’ ‘‘ઓ બાપ!’’ કહેતાંની સાથે જ અમથાભાઈ પાઘડી - આખી ને આખી - ફેંકી દે કે નહિ? સાપ ફેંકવાને બદલે સાપવાળી પાઘડી જ ફેંકી દે! ભયના માર્યા!
સારું.... હવે ધારો કે એ જ અમથાભાઈના હાથમાં અનીતિવાળું ધન આવી ગયું છે. મારા જેવા કોકે એ વાત જાણી એટલે તરત જ કહ્યું, “ઓ અમથાભાઈ! તમારા હાથમાં અનીતિનું ધન!''
હવે શું અમથાભાઈ એ ધન ફેંકી દે ખરા!
નહિ ?
શા માટે નહિ?
સાપ ખરાબ છે અને અનીતિનું ધન ખરાબ નથી શું? આમ છતાં અનીતિનું ધન મજેથી તિજોરીમાં ગોઠવાઈ જાય?
આનો અર્થ તો એ જ થયો કે અમથાભાઈને આ જીવનના તાત્કાલિક દેખાતા દુઃખનો જ ભય છે. પરંતુ આ જ જીવનના દૂરવર્તી દુ:ખોનો, મરણના ત્રાસનો; પરલોકની પીડાઓનો લેશ પણ ખ્યાલ નથી!
આ તો મોટી નાસ્તિકતા જ કહેવાય ને? જેને દૂરવર્તી દુઃખો દેખાતા નથી એ જ નાસ્તિક! ભલેને પછી તે મંદિરમાં જતો હોય, અને માળાના મણકા ફેરવતો હોય!
નિષ્પાપ જીવનના છ સોપાનો
માનવજીવનમાં પણ નિષ્પાપ જીવનની સિદ્ધિ ન મળે તો બીજે એનો અવકાશ જ ક્યાં છે?
એના જેવો કમનસીબ કોણ હોઈ શકે ? પણ પાપો ય કાંઈ ઓછા અળવીતરા નથીસ્તો ? ગમે તે રીતે, ગમે તે પળે; ગમે તેના જીવનમાં પેસી જવું એ પાપોની