________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૭૭
ગુરુકૃપાથી જ સબુદ્ધિ અને પછી સિદ્ધિ
ઉપમિતિકારે આપણા જીવાત્માસ્વરૂપ દ્રમુકના રોગો (ભાવરોગો)ની પરિચર્યા માટે તદ્દયા નામની પરિચારિકા તેની પાસે ગોઠવી છે. તદ્દયા એટલે તે ધર્મબોધકરસ્વરૂપ ગુરુની કૃપા.
આ ગુરુકૃપા અનેક સ્થાને વ્યસ્ત હોવાથી દ્રમક સંપૂર્ણપણે રોગમુક્ત થતો નથી. તે પોતે જ તયાને તે વાત કરે છે. અને છેવટે એ તદ્દયા ધર્મબોધકરને લઈ આવે છે. ધર્મબોધકર સબુદ્ધિ નામની ચોવીસે ય કલાકની (day and night) પરિચારિકા ગોઠવી આપે છે. એ સબુદ્ધિના અનવરત સાન્નિધ્યના કારણે દ્રમક સર્વથા રોગમુક્ત થાય છે.
ઉપમિતિકારે આ પાત્રોને ગોઠવીને આધ્યાત્મિક વિકાસમાં ગુરુકૃપાનું અને સબુદ્ધિનું કેવું પ્રગાઢ મહત્ત્વ છે એ સુંદર રીતે સ્પષ્ટ કરી દીધું છે. બેશક, સબુદ્ધિ પ્રાપ્ત થઈ ત્યારે જ રોગમુક્તિની સિદ્ધિ પ્રાપ્ત થઈ. પરંતુ એ વાત કદી નહિ ભૂલવી જોઈએ કે તે બુદ્ધિ પ્રાપ્ત કરાવી આપનારી તો ગુરુકૃપા (તયા) જ હતી. ગુરુકૃપા વિના જ સ્વપુરુષાર્થબળ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકશે પરંતુ તે બુદ્ધિમારક બનશે. સિદ્ધિઓને બદલે કદાચ પ્રસિદ્ધિઓ જ અપાવશે અને અંતે પતન કરાવશે.
સબુદ્ધિ તો મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવા સાથે જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ કરે. આવા ક્ષયોપશમને સત્યોપશમ કહેવાય છે.
સ્વપુરુષાર્થ સાધ્ય જ્ઞાનાવરણીયકર્મનો કે અજ્ઞાનાવરણીય કર્મનો હાસ તો અત્યંત જીવલેણ નીવડે છે.
જેને આ વાત સમજાઈ જાય તે કદી કૃપાવિહોણો રહે ખરો?
મળો તો; માતા દેવકી મળજો
છ છ દીકરા ઉપરનો દીકરો, નામે ગજસુકુમાલ. ભરયૌવન પામતાં જ રૂપવતી કન્યા સાથે લગ્ન થયા. લગ્ન લેવાયા અને સંસારથી વિરક્ત પણ થઈ ગયા. માતા દેવકીને વાત કરી. એક જ વાત, “મારે દીક્ષા લેવી છે. જે માર્ગ છે મોટા