________________
૨૮૪
નહિ ઐસો જનમ બાર-બાર
મહાપાપી : પાપોનો ચેપ ફેલાવનાર
ફલુ વગેરે રોગોના “વાયરસ' હોય છે. એ વાયરસ ચોમેર ફલુનો રોગચાળો ફેલાવી દે,
કેટલાક રોગોના કેરીઅર્સ' (વાહકો) હોય છે. મલેરીઆના રોગીના પોતાનામાં મલેરીઆનો રોગ જ હોય પણ તેની સેવા કરનારો પરિવાર મલેરીઆનો વાહક બનેલો હોય એવું પણ બને છે. પછી એ પરિચારક જ્યાં જાય ત્યાં મલેરીઆના જંતુઓનો ફેલાવો કરવા દ્વારા મલેરીઆનો રોગચાળો ફેલાવે. એક લોકિક અપેક્ષાએ એમ કહેવાય કે મલેરીઆના રોગી કરતાં ય તે રોગનો વાહક વધારે ખતરનાક હોય
- પાપોની બાબતમાં ય આવું જ કાંઈક હોય છે. પાપ કરનારા કેટલાક પાપી લોકો એવા હોય છે કે તેઓ પોતાના પાપોનો ચેપ ચલાવતા હોતા નથી; કેમકે પાપ કરવા છતાં તેઓ પાપો પ્રત્યે પ્રેમ ધરાવતા હોતા નથી.
બીજા કેટલાક લોકો પાપનો ચેપ ચલાવતા પાપના ચેપના વાહકો – હોય છે. આ લોકો ખૂબ ખતરનાક હોય છે. દેખાવમાં નિષ્પાપ લાગતા; જીવનમાં ધર્મી જણાતાં આ લોકોનો કેટલોક વર્ગ વાતો, વિચારો, વિમર્શો દ્વારા અનેક ભોળા ભદ્રિક લોકોના અંતરમાં જમાનો, પ્રગતિ, કાળ વગેરેના નામે પાપના જંતુઓનો ચેપ લગાડી દેતો હોય છે અને પછી તરત તે માણસ ત્યાંથી સરકી જતો પણ હોય
છે.
જેઓ ધર્મના તત્ત્વજ્ઞાનના મર્મોને પામ્યા નથી; અનુબંધોના રહસ્યોને સમજ્યા નથી એવા અધ્યાત્મના બળ વિનાના આત્માઓ ઉપર જ આવા લોકોનો ચેપ લાગુ થઈ જતો હોય છે. - જો આવી જમાતથી બચવું હોય તો સગુરુનો સતત સંયોગ રાખો અને તમે બળવાન બનો.. પછી એ રોગી જંતુઓ તમારી ઉપર સ્વાર થઈ શકનાર નથી.
તમારે પુણ્યોદય વધુ કે પાપોદય?
સંસારના સુખોની સામગ્રી પુણ્યથી જ મળે; પછી ભલે કદાચ તે સામગ્રી પાપો કરાવનારી બને. જેમ દેવ, ગુરુ આદિનો યોગ પુણ્યથી મળે તેમ ધન, સ્ત્રી, કુટુંબ