________________
નહિ એસો જનમ બાર-બાર
અહીં તો એટલી જ વાતનું સૂચન કરવું છે કે આ યુગમાં બાળકોએ માતપિતા વગેરે વડિલોની ભક્તિની જે અવગણના કરી છે તેને દૂર કરવા માટે વડિલોએ વાકયે મુનિવૃત્તીનાં પદનો વિચાર કરવો જોઈએ.
અલબત, શાસ્ત્રકાર પરમર્ષિઓએ તો આઠ વર્ષની બાળ વયમાં જ મુનિજીવન પામવાની પાત્રતાની પ્રાપ્તિ કહી છે. એ ઉંમરની ઉપર જેટલા દિવસો સંસારમાં જાય એ બધા ય બાતલ બની રહેવાના.
અને આંધળુકીઆ કરીને જેમણે સંસારમાં ઝંપલાવી દીધું તેમને છેવટમાં આ વાત સમજાવવી છે કે તમારે લોકોએ વધુમાં વધુ ૪૫-૫૦ વર્ષની ઉમર થતાં જ સંસાર ત્યાગી દેવાની તૈયારી કરી જ લેવી જોઈએ. જીવનના બધા ભોગ જોઈ લીધા! હવે આ લોકના એ ભોગના પાપોનો નાશ કરવા અને શેષ જીવન સુધારવા તમારે ત્યાગપરાયણ બનવું જ જોઈએ. જો દરેક માતાપિતા છેવટે આટલું ય કરશે તો એમના પ્રત્યેની બાળકોની ભક્તિ સદા વધતી રહેશે. ત્યાગી બનનારા માતપિતા પ્રત્યે કેવી અનુપમ ભક્તિ જાગે? વડિલો પ્રત્યેની બાળકોની અવગણનાના અનેક કારણોમાં આ પણ એક કારણ કહી શકાય કે વડિલો મરતા સુધી સંસાર છોડતા નથી. (હા. યોગના બદલે રોગના અંતે દેહ જરૂર છોડે છે.) તિજોરીની ચાવી સોંપતા નથી અને પેઢીમાં જવાનું બંધ કરતા નથી. સંપૂર્ણ વૃદ્ધત્વ આવ્યા પછી પણ જો વડિલોના જીવનમાં બ્રહ્મચર્યાદિ ગુણોની પ્રાપ્તિ પણ ન હોય તો એના માટે બાળકો વગેરેના અંતરમાં ભક્તિ પ્રગટવાની એ વાત ઘણી મુશ્કેલ બની જાય છે.
સુંદર તો બાળદીક્ષા જ
આઠ વર્ષની ઉંમરથી લગાવીને ૭૦ વર્ષની ઉંમર સુધી દીક્ષા લેવાની પાત્રતા હોય છે, એમ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. કોઈ ખાસ પ્રસંગમાં અપવાદ હોઈ શકે છે.
કેટલાક અર્ધદગ્ધ વિચારસરણીનો ભોગ બનેલા લોકો બાળદીક્ષાનો વિરોધ કરતા હોય છે. અને ૧૮ વર્ષની વય બાદ જ દીક્ષા આપવાનો આગ્રહ કરતા હોય છે આની પાછળ બાળ યુવાન કે વૃદ્ધ - સર્વની દીક્ષાનો નાશ કરી દેતું પરિણામ લાવવાની તે લોકોની નેમ હોય તો આશ્ચર્ય પામવાની જરૂર નથી. જો બાળદીક્ષા બંધ, તો બધી વયની દીક્ષા બંધ; એવું મારું અનુમાન છે. એનું કારણ એ છે કે ૧૮ વર્ષના યુવાનો કે યુવતીઓ કોલેજના શિક્ષણ સુધી પ્રાયઃ પહોંચી ગયા જ હોય. આ શિક્ષણ આર્ય