________________
૨૭૨
નહિ એસો જનમ બાર-બાર
કોરા તપ, ત્યાગ વગેરે શરીરને કૃશ કરી શકશે પણ તેથી કાંઈ તેઓ મંત્રસ્વરૂપ નહિ બને. મંત્ર તો તે જ કહેવાય જે મનની ઉપર ચોટ મારે; અને એના વિકારભાવોનું વમન કરાવી નાખે.
આવી ચોટ મારવાની તાકાત તો માત્ર ગુરુકૃપાના અનુપાનમાં છે.
ઘોર તપસ્વીઓને રમણીએ કેમ લપેટી નાખ્યા? એકાંતવાસ માટે કૂલવાલક મુનિ ગુરુને મૂકીને જંગલમાં ચાલ્યા ગયા; (સ્ત્રીથી પતન ન થાય એ ભાવનાથી) છતાં ત્યાં ય તેમનું પતન કેમ થઈ ગયું? આ વાતોથી સિદ્ધ થાય છે કે માત્ર તપ, ત્યાગાદિ મન ઉપર ચોટ મારવા સમર્થ નથી. પુષ્ટદેહવાળો પણ ગુરુકૃપાના મંત્રથી નિર્વિકાર રહી શકશે. જાત્યસિંહ વર્ષમાં એક જ વાર વિષય સેવે છે ને? ઘોર તપથી કૃશ થઈ ગયેલો ગુરુદ્રોહી નિર્વિકાર બની રહે એ વાત કદાચ ત્રિકાળમાં શક્ય નહિ હોય. કબૂતર જાર ખાઈને ય કેટલું કામાંધ હોય છે?
બલવતી ગુરુકૃપા
પુરુર્ષોથના જોર ઉપર કદાચ ઉર્વશીનાય કંત બની શકાશે; કહેવાતા ચન્દ્રલોકનો પંથ પણ કાપી શકાશે; અળશીયાના પગ ઉપર મહાગ્રંથ પણ લખી શકાશે; પરંતુ જીવનશુદ્ધિ તો કદાપિ પુરુષાર્થ સાધ્ય નથી.
જેને જીવનમાં પવિત્રતા જોઈતી હોય, જેને શાસ્ત્રશુદ્ધ જીવનની ભૂખ હોય, જેને રસલામ્પયની મોટી શક્યતાને દેશવટો દેવો હોય, વિષયવિકારોને રોમરોમમાંથી ફગાવી દેવાની જેને ખ્વાહિશ હોય તેણે ભૂલેચૂકે પણ સ્વપુરુષાર્થ ઉપર વજન આપવું નહિ. કેમકે આવા ઉચ્ચોચ્ચ ગુણો સ્વપુરુષાર્થથી સાધ્ય જ નથી; એ તો સિદ્ધ થાય છે કોક સંતના મહામૂલા એક જ આશીવાર્દથી! એક જ વાર કોક સંતપુરુષ તેમના હૈયે તમને બેસાડે, અથવા તો તમારા મસ્તકે તેમનો ખૂબ વાત્સલ્યભર્યો હાથ ફેરવી દે, અથવા તો એક જ પ્રેમપૂર્ણ સ્મિત ફેંકે, અરે! એક જ અમી વર્ષાવતી નજર તમારી ઉપર ફેંકે કે તમારો બેડો પાર સમજવો.
અને જો... એવા સંત આ ધરતી ઉપર હોવા છતાં તમે એમની કૃપાવિહોણા રહી ગયા હો તો તમારી જાતને સૌથી વધુ અભાગણી માનજો અને એ સંતના આશીર્વાદ પામેલા કોકના શરણે જઈને એમના પણ આશીર્વાદ મેળવી લેજો.
શેતાનવિહોણી ધરતી ક્યારેક પણ કદાચ બનશે પણ સંતવિહોણી તો ક્યારેય