________________
૨૫૬
નહિ એસો જનમ બાર-બાર
ઉપર પી.એચ.ડી. થઈ શકાશે પણ જીવન ગીતાય નહિ જ બની શકે.
ખાનપાનની બધી છૂટ લેનાર માણસ લાખો જપ જપે તો ય કદાચ નિષ્ફળ જ જાય.
એનું કારણ એ છે કે કોઈ પણ સાધક ચોવીસે ય કલાકની સાધના કરી શકતો નથી. શોચ, નિદ્રા, ભોજન, વગેરે તો તેને પણ અનિવાર્ય બને છે. આવી અનિવાર્ય પાપની પળોમાં જ ખાનપાનની છૂટછાટનો દારૂગોળો સળગી ઊઠવાની પૂર્ણ શક્યતા છે. દારૂગોળો તૈયાર હોય, અને નિમિત્તનો એક જ ફણગો એમાં પડે પછી વાર કેટલી?
ઊલટપક્ષે જો એ દારૂગોળો જ ન હોય તો અશુભ નિમિત્તોના ફણગા તો શું? પણ બોંબગોળા પડે તો ય કાંઈ ન થાય. સહરાના રણમાં જ એ બોમ્બ પડ્યા ને?
બીજી સાધના ઓછીવત્તી પણ ચાલશે પરંતુ આહારશુદ્ધિ ઓછામાં ઓછો વિગઈ ત્યાગ અને ઉણોદરી સ્વરૂપ વિના તો સાધકને નહિ જ ચાલે.
અંગહાનિ કરતા સત્વહાનિ વધુ ભયાનક
કાં અંગ છેદાય છે કાં સત્ત્વ હણાય છે. બેમાંથી એકનો વિનાશ જો અનિવાર્ય જ હોય તો કોનો વિનાશ પસંદ કરી લેવો? શાસ્ત્રના સારા ચિંતક માટે આ પ્રશ્નનો ઉકેલ અત્યંત સરળ છે. એ તરત જ કહી દેશે, “અંગ જવા દો, સત્વને ગમે તે ઉપાય જાળવી રાખો.'
સત્ત્વ એટલે શુદ્ધિ.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગ સ્તોત્રમાં આ વાતને પુષ્ટિ આપી છે. ત્યાં તેઓશ્રીએ પરમાત્માની પ્રાર્થના કરતાં જણાવ્યું છે કે, “હે ભગવાન્ ! તારા જેવા પરમશુદ્ધ વીતરાગ-સર્વજ્ઞને પણ ગાળો ભાંડવા જો કોઈને જીભ મળી હોય તો હું તો ઈચ્છું છું કે એ બિચારો જીભ વિનાનો થઈ જાય. જીભેથી તને ગાળો ભાંડીને પોતાના આત્માની શુદ્ધિને વધુ મલિન કરે એના કરતા તો તેની જીભ ખેંચાઈ જાય તે જ સારું ને?'' - બ્રહ્મચર્યની શુદ્ધિને બાધ આવે તેવા પ્રસંગમાં ફસાઈ જવાનું સાધુ કે સાધ્વીને બની જાય તો તેણે છેવટે ગમે તે રીતે આપઘાત કરી લેવો પણ સત્ત્વનો નાશ નહિ થવા દેવો એવો સ્પષ્ટ ભાષામાં આદેશ આપવામાં આવ્યો છે. આથી જ તો મહાત્મા