________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૫૯
ય દરેકને જુદી જુદી દવા દેવાય એવું પણ બને. સો માણસને એક જ દવા અપાય તો ય તેની સાથેનું અનુપાન દરેકને જુદું જુદું જણાવાય એવું પણ બને.
આત્માના ભાવરોગોનો કોઈ સુમાર નથી. બેશક એને દૂર કરનારી દવાઓનો પણ પ્રચંડ જથ્થો મોજુદ છે. પણ એ બધાયની સફળતાનો આધાર તો ગુરુતત્ત્વની કાબેલિયત અને સન્નિષ્ઠા ઉપર જ રહે છે.
આ તત્ત્વમાં જો કોઈ જાતની ગરબડ ઊભી થાય તો વ્યક્તિએ વ્યક્તિએ વિયેટનામ સર્જાઈ જાય...
મારા ભગતોથી ચેતતા રહેજો'
એક હતા સંન્યાસી.
ઘણા હતા એમના ભગતો.
એક ગામમાં ભગતો આવ્યા. ગુરુદેવની પૂજા-ભક્તિ કરી. ગુરુદેવ બીજે ગામ ચાલ્યા ગયા પછી એ શ્રીમંત ભગતોએ ગામના આગેવાનોને ભેગા કર્યા. તેમને કહ્યું કે તેઓ માતબર રકમ તેમને આપશે; તેમાંથી તેમણે ગુરુદેવનું બાવલું બનાવવું. ગ્રામજનોએ એ વાત કબૂલ કરી.
કેટલાક માસ બાદ ગ્રામાગ્રણી એ સંન્યાસી પાસે ગયો. તેણે એમની પાસેથી એક સુવર્ણવાક્ય માંગ્યું.
સંન્યાસી તેનું કારણ પૂછતાં ગ્રામજને જણાવ્યું, “આપના ભક્તોની રકમથી અમે અમારા ગામમાં આપનું બાવલું ઊભું કર્યું છે. હવે તેની નીચે આપનું એક સુવર્ણવાક્ય મૂકવાનું છે''
આ વાત સાંભળીને સંન્યાસી ખિન્ન થઈ ગયા. ઘણી આનાકાની બાદ સુવર્ણવાક્ય લખી આપ્યું. ‘‘મારા ભગતોથી ચેતતા રહેજો.’’
ગમે તેમ હોય પણ આ પ્રસંગમાંથી વિચારવા જેવું ઘણું ઘણું મળી જાય છે.
શું એવું વિધાન કરીએ તો તે અનુચિત ગણાય ખરું કે સ્ત્રીઓથી જેટલા સાવધાન રહેવાની જરૂર છે એટલા જ સાવધાન ભક્તોથી પણ રહેવાની જરૂર છે. જો એમની ગાંડી ભક્તિમાં પલોટાયા તો વેચાયા, હાથેપગે બંધાયા, અને જીવનથી બરબાદ
થયા.