Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 237
________________ નહિ ઐસો જનમ બાર-બાર ૨૩૭ જ જેના દિલની દીવાલો સાફ નથી ત્યાં થતી ધર્મક્રિયા જડ જેવી છે; દિલના સાફ બનો, શુદ્ધ બનો; સરળ બનો; વિનમ્ર બનો; પછી તમારી એ જ ધર્મક્રિયા ચેતનવંતી બની જશે પણ કોણ જાણે કેમ ? અચ્છા અચ્છા જ્ઞાની, તપસ્વી અને ક્રિયાકાંડીમાંથીય મનના મેલ ક્યારેક નીકળતા જ નથી હોતા. I belong to myself એક વિદ્વાને અંગ્રેજીમાં કહ્યું છે, "I belong to myself; keep yourself at distance. “હું મારી જાત માટે જ છું, ઓ પરતત્ત્વો તમે મારાથી છેટા રહો.'' કેવું બળપ્રદ વાક્ય! જો આત્મા પોતે મર્દ બને તો જ આત્માના અનુપકારક સઘળાય પ૨તત્ત્વોને એક રાડ પાડીને તે કહી શકે કે, ખબરદાર ! તમે મારી નજદિકમાં આવ્યા છો તો એક જ પળમાં ભુક્કા બોલાઈ જશે. ખૂબ જ કઠિન છે આવી રાડ નાખવાની સાધના ! સિદ્ધિની તો વાત જ ક્યાં કરવી? અનાદિકાળથી સદાય પરના કુસંગે ચડેલો આત્મા મર્દ મટીને પાવૈયો બની ગયો છે! પરતત્ત્વોમાં ચૈતન્ય જ નથી; પછી એમને મર્દ તો કેમ કહેવાય ? પાવૈયાના સંગે ચડેલો આત્માય પાવૈયા જેવો જ બની જાય ને? નહિ તો, એ પરતત્ત્વોએ આટઆટલો આત્માને દુર્ગતિમાં ભમાવી ભમાવીને હેરાન-પરેશાન કરી મૂક્યો તો ય એ આત્મા એમને જ જોતો રહે ! એમને જ ચાટતો રહે ! એ તો શી રીતે બને ? નહિ તો, આત્મા પોતાના હિતેષી દેવાદિતત્ત્વો તરફ નફરત, તિરસ્કાર કે ધિક્કારનો ભાવ શી રીતે જગાડે? જેમ બને તેમ જલદી; પર-કુસંગ તેણે ત્યાગવો જ જોઈએ. તેની પ્રીત મૂકવી જ જોઈએ. પણ એ કાજે એણે ફરી મર્દ બનવું પડશે; એનામાં સુષુપ્ત પડેલી મર્દાનગીને એણે જગાડવી પડશે. બકરીના ટોળે ફસાઈને જીવન પામતા સિંહના બચ્ચાએ બેં બેં કરવાનું અને ઘાસ ખાઈને ઠેકડા મારવાનું જીવન જ કેળવી લીધું હતું ને? કોઈ સિંહના દર્શન વિના, 'I belong to myself' નો સિંહનાદ શી રીતે થશે ?

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300