________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૩૭
જ
જેના દિલની દીવાલો સાફ નથી ત્યાં થતી ધર્મક્રિયા જડ જેવી છે; દિલના સાફ બનો, શુદ્ધ બનો; સરળ બનો; વિનમ્ર બનો; પછી તમારી એ જ ધર્મક્રિયા ચેતનવંતી બની જશે પણ કોણ જાણે કેમ ? અચ્છા અચ્છા જ્ઞાની, તપસ્વી અને ક્રિયાકાંડીમાંથીય મનના મેલ ક્યારેક નીકળતા જ નથી હોતા.
I belong to myself
એક વિદ્વાને અંગ્રેજીમાં કહ્યું છે,
"I belong to myself; keep yourself at distance.
“હું મારી જાત માટે જ છું, ઓ પરતત્ત્વો તમે મારાથી છેટા રહો.''
કેવું બળપ્રદ વાક્ય! જો આત્મા પોતે મર્દ બને તો જ આત્માના અનુપકારક સઘળાય પ૨તત્ત્વોને એક રાડ પાડીને તે કહી શકે કે, ખબરદાર ! તમે મારી નજદિકમાં આવ્યા છો તો એક જ પળમાં ભુક્કા બોલાઈ જશે.
ખૂબ જ કઠિન છે આવી રાડ નાખવાની સાધના ! સિદ્ધિની તો વાત જ ક્યાં કરવી? અનાદિકાળથી સદાય પરના કુસંગે ચડેલો આત્મા મર્દ મટીને પાવૈયો બની ગયો છે! પરતત્ત્વોમાં ચૈતન્ય જ નથી; પછી એમને મર્દ તો કેમ કહેવાય ? પાવૈયાના સંગે ચડેલો આત્માય પાવૈયા જેવો જ બની જાય ને?
નહિ તો, એ પરતત્ત્વોએ આટઆટલો આત્માને દુર્ગતિમાં ભમાવી ભમાવીને હેરાન-પરેશાન કરી મૂક્યો તો ય એ આત્મા એમને જ જોતો રહે ! એમને જ ચાટતો રહે ! એ તો શી રીતે બને ?
નહિ તો, આત્મા પોતાના હિતેષી દેવાદિતત્ત્વો તરફ નફરત, તિરસ્કાર કે ધિક્કારનો ભાવ શી રીતે જગાડે?
જેમ બને તેમ જલદી; પર-કુસંગ તેણે ત્યાગવો જ જોઈએ. તેની પ્રીત મૂકવી જ જોઈએ.
પણ એ કાજે એણે ફરી મર્દ બનવું પડશે; એનામાં સુષુપ્ત પડેલી મર્દાનગીને એણે જગાડવી પડશે.
બકરીના ટોળે ફસાઈને જીવન પામતા સિંહના બચ્ચાએ બેં બેં કરવાનું અને ઘાસ ખાઈને ઠેકડા મારવાનું જીવન જ કેળવી લીધું હતું ને? કોઈ સિંહના દર્શન વિના, 'I belong to myself' નો સિંહનાદ શી રીતે થશે ?