________________
૨૩૬
નહિ ઐસો જનમ બાર-બાર
કેવું બેવડ વળી ગયું છે આતમનું સ્વરૂપ! અસલી રૂપ કયાંય ડૂલ થઈ ગયું!
નકલી રૂપનો જયજયકાર બોલાયો !
ચમનભાઈને ‘આનંદઘન' કોઈ કહે તો? ઠેકડી જ ઊડે ને ?
ભિખારીને અનંત શ્રીસંપન્ન કોઈ કહે તો ? મવાલીને પરમાત્મા કોઈ કહે તો ! જૂઠાં સ્વરૂપો ! ચમનભાઈ, ભિખારી અને મવાલી! એ જ સાવ સાચા મનાયા! હાય! આના જેવી બીજી કંગાલિયત કઈ હશે?
દિલની દીવાલ સાફ કર્યા વિના સાધના શેની?
જેનું હૈયું જ મેલું છે; રાગાદિમળોથી ખરડાયેલું છે એના તપ, જપ, ધ્યાન કે સ્વાધ્યાય શા કામના?
ઉકરડામાં ગુલાબ પણ નાંખો તો ઉકરડાની જ જમાત વધે ને?
ધર્મરત્ન પ્રકરણમાં ચિત્રશાળાનું દૃષ્ટાંત આપીને દિલની દીવાલને સાફ કરવાનો ખૂબ માર્મિક ઉપદેશ આપવામાં આવ્યો છે.
એક રાજાએ બે ચિત્રકારોને સામસામી આવેલી બે દીવાલ ચિત્રકામ કરવા આપી. એકે તો દીવાલને સાફ કર્યા વિના જ ચિત્ર કરવાનું શરૂ કરી દીધું. બીજાએ છ માસની મળેલી મુદત સુધી માત્ર દીવાલને જ ઘસ્યા કરી; એની શુદ્ધિનું જ કામ કર્યે રાખ્યું.
છ માસ પૂરા થતાં રાજા ચિત્રકામ જોવા આવ્યો. પ્રથમ ચિત્રકારે ચીતરેલા ઉદ્યાનનું દૃશ્ય અને તેમાં ય અદ્ભુત કળા કરતા મોરનું દૃશ્ય જોઈ રાજા પ્રસન્ન થઈ ગયો. પછી બીજા ચિત્રકારની દીવાલ તરફ રાજા ગયો. ત્યાં કશુંય ચિત્રામણ ન જોતાં તેનો પિત્તો ગયો. ચિત્રકારે રાજાને શાંત પાડીને બે દીવાલની વચમાં રાખેલો
પડદો ખસેડી નાંખ્યો. તરત જ પેલું ચિત્ર આ દીવાલમાં પ્રતિબિંબિત થઈ જઈને જાણે એકદમ ચૈતન્યવિભોર બની ગયું. એમાંય પેલા થનગનતા મો૨નો તો રાજાએ તદ્દન સાચો મોર માની લીધો અન` એને પકડવા દોડી ગયો !
ચિત્રકારે સાચી પરિસ્થિતિ સમજાવીને રાજાને અત્યંત પ્રસન્ન કરી મૂક્યા. જડ એવો મોર, દીવાલની સફાઈમાં ચેતનવંતો બની ગયો.