________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૯૩
ઉપર કોઈ આફતનો પડછાયો પણ જણાતો નથી! આવા આત્માઓને શે સાચી વાત સમજાવવી એ જ સમજાતું નથી!
લૂંટારું કરતાં ઊંઘતો સિપાઈ
વધુ ગુનેગાર નથી? એક શેઠના મકાનમાં લૂંટારુંઓની ટોળકી ધાડ પાડે છે. શેઠનો સિપાઈ એ જ વખતે આરામથી ઊંઘ ખેંચી રહ્યો છે. લૂંટ ચલાવીને લૂંટારુંઓ ચાલ્યા જાય છે.
ખરો ગુનેગાર કોણ? લૂંટારુ કે સિપાઈ? લૂંટારુનો તો લૂંટ ચલાવવાનો ધંધો જ હતો. બેશક ખરાબ ધંધો : વખોડી નાંખવા લાયક ધંધો !
પરંતુ સિપાઈની ફરજ શું હતી? શું તે આ રીતે ઊંઘી શકે ખરો? એ ન ઊંધ્યો હોત લૂંટારુંઓ પોતાનું ધાર્યું કરી શકત ખરા? છેવટે સિપાઈની બૂમરાણથી પણ એમની કારવાહીને ધક્કો તો પહોંચત જ ને?
આ બધી ઉપેક્ષા કરનાર સિપાઈને જ હું તો વધુ ગુનેગાર કહેવા માગું છું. વર્તમાન જમાનાવાદીઓની ટોળકીએ ધર્મક્ષેત્રની તિજોરી ઉપર લૂંટ ચલાવી છે. આ વખતે સિપાઈશા સાધુઓ ઊંઘતા જ રહે કે ઉપેક્ષા કરે તો કેમ ચાલે? એક સાથે બધા ય હોકારા, જાકારા અને દેકારા દેવા માંડે તો જમનાવાદીઓની ખુન્નસભરી ટોળકી ઊભી પણ ન રહી શકે.
નાહકનો એ ટોળકીને સાધુઓ એકાંતે કાં દોષ દે? આપણે જ સાબદા બનીએ; સાવધાન થઈ જઈએ; એ ટોળકીની લૂંટ ચલાવવાની લોભામણી રીતરસમોના પૂરા માહિતગાર બનીને સ્વસ્થ થઈ જઈએ; ક્યાંય કોઈની લોભામણી વાતોમાં ન ફસાઈએ. અને પછી જો એની સામે સિંહનાદ શો પડકાર કરીએ તો એ નમાલા બિચારાઓની તાકાત કેટલી? દેખાવના લઠ્ઠબાજ ક્યાં સુધી ઉંચાનીચા થઈ શકશે?
સુધર્માત્મા અને પાપાત્માની બે
ભયાનક ગ્રંથિઓ અહંતાગ્રંથિ અને લઘુતાગ્રંથિ - બેય ખરાબઃ બે ય ખતરનાક. “હું કાંઈક છું કે હું સર્વસ્વ છું.” એ અહંતાગ્રંથિનું મૂર્તસ્વરૂપ છે. “હું કાંઈ જ નથી; હું શૂન્ય છું.” એ લઘુતાગ્રંથિનું મૂર્તસ્વરૂપ છે.