________________
૨ ૨૮
નહિ એસો જનમ બાર-બાર
કેવી સુંદર વાત છે?
મીણ જો અગ્નિ પાસે જાય તો ઓગળ્યા વિના ન જ રહે એ વાત જેટલી નક્કી છે તેટલું જ એ પણ નક્કી છે અને મીણ અગ્નિ પાસે ન જાય તો ન જ ઓગળે.
તમારા દૈનિક જીવનમાં ક્યા પ્રસંગો તમારા ચિત્તને વિહ્વળ કરી દે છે? તે તમે શોધી કાઢો.
સિનેમા, નોવેલો, ક્લબો, કેન્ટીનો, સ્ત્રીઓ વગેરેમાં કોણ તમને પજવે છે? તે તમે શોધી કાઢો. પછી એ પ્રસંગથી દૂર થઈ જાઓ. એનો પડછાયો પણ ન લો.
નિમિત્તથી નાસી છૂટો. મનને પરાણે કોઈ પછાડી શકતું નથી. મનની નબળાઈઓ જ મનને પછાડે
અઢળક અશુભ નિમિત્તોની ભીંસમાં ફસાયેલા આત્માઓના મન વિકૃત્તિઓથી ખદબદી ઊઠે તેમાં શી નવાઈ છે?
સમજવું હોય તો સાનમાં સમજી જાઓ. પામવું હોય તો ક્ષણમાં પામી જાઓ. એક જ શરત છે; અશુભ નિમિત્તથી નાસી છૂટો. પછી વિજય તમારો જ છે.
માનસિક ભાવોને કાબૂમાં રાખવાનો
સરળ ઉપાય જનમજનમના ફેરા કરતા આવા તો આત્માના ચિત્તપટ ઉપર કેવા કેવા મલિન ભાવો નહિ પથરાયા હોય?
આવા ભાવો જીવનની ગમે તે પળે ભયંકર રીતે આક્રમણ કરતા હોય છે. સંતના જીવનને પણ ધમરોળી નાખવાની એમની પ્રચંડ તાકાત ઈતિહાસના પાને પાને નોંધાયેલી છે. અશુભ ભાવોને કાબૂમાં લેવાનો ઉપાય શોધવા પહેલાં એ ભાવો કેવી રીતે બેકાબુ બને છે તે જ શોધી કાઢવું જોઈએ. રોગને દૂર કરવા માટે રોગની ઉત્પત્તિના કારણોને જાણી લેવા જોઈએ.
જૈનશાસ્ત્રો કહે છે કે શુભ કે અશુભ કોઈ પણ ભાવ ઘણું કરીને દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની છે તે અસરોથી જ ઉત્પન્ન થતા હોય છે. જો દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ સારા મળી જાય તો ભાવો પણ સારા જાગે, જો તે દ્રવ્ય વગેરે મલિન મળે તો ચિત્તમાં