________________
וד
૨૩૨
નહિ ઐસો જનમ બાર-બાર
કાંઈ ન થાય તો ય ભવવર્ધક ભાવ ઉપર તો તમારી ચાંપતી નજર રાખજો. એને કદી બગડવા દેશો નહિ.
મનનું વશીકરણ કરવાના બે ઉપાય : અભ્યાસ અને વૈરાગ્ય
મનને નિર્વિકાર બનાવવું હોય, નિરભિમાની, નિર્મમ કે નિષ્કષાય બનાવવું હોય તો તેના બે રસ્તા છે. જગતના લોકોના ખ્યાલમાં જે રસ્તો છે તે વૈરાગ્યનો છે; જેમ જેમ વિરાગ વધુ ઉદ્દીપ્ત થતો જાય તેમ તેમ મન કાબૂમાં આવતું જાય.
પરંતુ વિરાગના માર્ગે મનને કાબૂમાં લાવી દેનારા સાધકો કરતાં અભ્યાસદશા દ્વારા મનને કાબૂમાં લાવનારા સાધકોની સંખ્યા કદાચ વધુ હશે એવું મારું અંગત મંતવ્ય છે. કેમકે વિષયો પ્રત્યેનો વિરાગભાવ સીધો જ હાંસલ થઈ જવાનું કાર્ય અતિશય મુશ્કેલ છે.
આનાં કરતાં અભ્યાસદશાનું જીવન કાંઈક સરળ લાગે છે.
સ્ત્રી તરફ નહિ જોવાનો અભ્યાસ જ પાડી દેવામાં આવે તો એક સમય જરૂર એવો આવી લાગે કે મન એ વિષયમાં નિર્વિકાર બની જઈને પોતાનું કામ કરવા લાગી જતું જોવા મળે.
રસદાર વસ્તુઓને ત્યાગી જ દેવાનો અભ્યાસ પાડી દેવાથી એ વસ્તુઓનું ધ્યાન સાવ જ દૂર થઈ જવાની અણમોલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
વસ્તુનો ઉપભોગ કરતા રહેવો અને મનને તેમાં આસક્ત ન બનવા દેવા માટે વિરક્ત બનાવી રાખવું એ તો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. એના કરતા એ વસ્તુને ત્યાગી દેવાય અને એ ત્યાગનો સચોટ અભ્યાસ પાડી દેવામાં આવે તો પણ અનાસક્તિ સિદ્ધ થઈ જાય છે. કદી એ ચીજની યાદ પણ ન આવે એવી અનાસક્તિ; તે ય બહુ સરળતાથી.
કોઈ કહેશે કે, “ઉપભોગ કરો અને અનાસક્ત રહો તો ખરા...'' હા જરૂર... ઉપદેશ દેવા માટે તો એ ખૂબ જ સારી વાત છે પણ એ ભાઈ અગ્નિને અડે અને ન દાઝે તો એ સારી વાતનો આપણે ય અમલ કરીએ! ગીતામાં શ્રીકૃષ્ણે પણ મનના વશીકરણ માટે આજ બે રસ્તા સૂચવ્યા છે ને? અભ્યાસ અને વૈરાગ્ય