________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨ ૩૩
મિથ્યાયોગ : અતિયોગ ઃ હીનયોગ :
કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તે કાર્યને અનુકૂળ સાધનમાં જેટલી ચોક્કસાઈ હોય તેટલી સિદ્ધિ વધુ સુંદર મળે. ગમે તેવી સિદ્ધિને સુંદર સિદ્ધિ કલ્પીને સંતોષ માણી લેનારાઓનો આજે તોટો નથી. પરીક્ષામાં ડાબે હાથે પહેલા નંબરે આવીને પાસ” થનારો પણ પાસ થયાની ખુમારી અનુભવતો હોય છે ને?
રોગનાશની પ્રક્રિયામાં તો આ સિદ્ધાંતને ભારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઔષધ અને પથ્યની માત્રા પણ ઔષધ અને પથ્યના જેટલું જ મહત્ત્વ ધરાવતી બાબત છે. સારામાં સારું ઔષધ કે પથ્ય જો માત્રાબદ્ધ ન હોય તો ઉચિત અનુપાન વિનાના ઔષધની જેમ તે નિષ્ફળ જાય છે.
ઔષધ અને પથ્ય ખૂબ જ માત્રાબદ્ધ હોવા જોઈએ એ વિધાનને નકારાત્મક ભાષામાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે તેઓનું પ્રમાણ જરૂર કરતાં વધુ ન જોઈએ, ઓછું પણ ન જોઈએ અને મૂળમાંથી જ તે વસ્તુ ખોટી પણ ન હોવી જોઈએ. અર્થાત્ જે રોગમાં ત્રિફળાની જ જરૂર છે ત્યાં હરડે ન ચાલી શકે.
આ વાતો શાસ્ત્રીય ધર્માનુષ્ઠાનોમાં પણ લાગુ થાય છે. વિષય કષાયાદિ ભાવરોગોના નાશની પ્રક્રિયામાં પણ મિથ્યા, અતિ અને હીન યોગ ન હોવા જોઈએ. સ્વાધ્યાયથી વધુ નિર્જરા પામનારાઓ તપના યોગને મન મારીને-કચડીને-સાધવાના મિથ્યાયોગમાં ન જવું. સ્વાધ્યાયના રસને કારણે અતિયોગમાં જઈને ભક્તિ, તપ, જપ આદિ બીજા યોગોની અવગણના પણ ન કરવી અને થોડો જ સ્વાધ્યાય કરી લઈને સંતોષ માણીને છાપાછૂપીના પાપોમાં ફસાઈ ન જવું.
ઔષધ અને પથ્ય લેવા છતાં રોગનાશની સિદ્ધિ નહિ મળવાનું કારણ સુયોગને બદલે મિથ્યા, અતિ કે હીન યોગમાં ફસડાઈ પડવાનું જ હશે એમ લાગે છે.
પર: પ્રવિષ્ટઃ કુરુતે વિનાશ
શાન્તસુધારસ કાવ્યમાં આ પંક્તિ આવે છે, “પર:પ્રવિષ્ટઃ કુરુતે વિનાશ'
જો પરાયો કોક ઘરમાં પેઠો તો તે ઘરનો વિનાશ જ કરે. કેટલાક પરાયા પોતે જ કોઈના ઘરમાં પેસતા હોય છે. કેટલાંક પરાયા બીજાના દ્વારા કોઈના ઘરમાં