________________
૨૩૪
નહિ ઐસો જનમ બાર-બાર
પેસતા હોય છે.
પરાઈ એવા કર્મની રજકણો આત્મામાં સીધી જ પેસી ગઈ છે ને ?
પણ કર્મો જ પરાયા થોડા છે? ધન પણ પરાયું જ છે ને ? સ્ત્રી પણ પરાયી જ છે ને ? ધનનો રાગ આત્મામાં પેસે છે; સ્ત્રીનો રાગ આત્મામાં પેસે છે. એવા રાગ દ્વારા ધનાદિ આત્મામાં પેસી જાય છે, અને એથી જ આત્માના સ્વસુખનો વિનાશ થાય છે. જે કોઈ ૫૨ છે તે બધા ય ખરાબ છે. દુઃખની વાત એટલી જ છે કે કેટલાંકને હજી સ્ત્રી પરાયી લાગી છે અને તેથી તેની ઉપરની નજરને તેણે કુનજર માની છે; પરંતુ એટલું જ પરાયું ધન નથી લાગ્યું. અને દેહ તો થોડો ય પરાયો નથી લાગતો; એથી પણ આગળ વધીને; કર્મના રજકણો અને રાગાદિભાવો તો બિલકુલ પરાયા નથી લાગતા; એમનામાં તો એને પોતાપણાનું જ ભ્રામક ભાન થઈ રહ્યું છે!
વસ્તુતઃ તો સ્ત્રી ‘પર' હોઈને જેટલી હેય છે તેટલા જ હેય ધન, દેહ અને તેના રાગાદિ છે.
શાંતસુધારસકાવ્યમાં ખૂબ હૃદયંગમ રીતે એ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે પરાયાઓએ ઘરમાં પેસીને જ્ઞાનસ્વરૂપ આત્માના ઘરનું નિકંદન કાઢી નાંખવામાં શું બાકી રાખ્યું છે!
અફસોસ! આપણને તો આત્મા અને તેના હિતેષીઓ જ પરાયા લાગ્ય છે ને ?
સાધના અવગુણનાશની; પછી ગુણસિદ્ધિ આપોઆપ
ક્ષમા સિદ્ધ કરવાનું લક્ષ રાખવું ? કે ક્રોધનો નાશ કરવાનું લક્ષ રાખવું? વક્રતા
કાઢવાની સાધના ? કે સરળતા પામવાની સાધના? ધિક્કારનો નાશ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું ? કે મૈત્રીનું સ્વરૂપ બનવા તરફ?
જૈનદર્શન કહે છે કે અવગુણનો નાશ કરવાની સાધના કરો; ગુણો તો પછી આપમેળે જ પ્રગટ થઈ જશે.
ક્રોધનો નાશ તે જ ક્ષમા નથી; ધિક્કારનો નાશ તે જ મૈત્રી નથી. ક્રોધનો નાશ થાય એટલે ક્ષમા ઉદ્ભવે; ધિક્કાર જાય એટલે મૈત્રી પ્રગટે. સાધના તો ક્રોધ, ધિક્કાર વગેરેના નાશની જ કરો.
સ્ફટિક લાલ દેખાતું હોય તો સમજી રાખો કે તેની પાછળ લાલ રંગની કોઈ