________________
૨૩૦
નહિ એસો જનમ બાર-બાર
ખાઈ ન શકે, જાતે કાળી મજૂરી કરે એટલો કંજૂસ! ભાવ બગડ્યો તેમાં બિચારાનો ભવ બગડી ગયો.
એ જ નગરના અબજોપતિ શાલિભદ્રના પૂર્વજીવનમાં એથી ઊલટું જ બન્યું. ગરીબ માતાનો એ દીકરો હતો. રડી રડીને એક દી મેળવેલી ખીરનું દ્રવ્ય મુનિને જોતાં જ ભારે ભાવથી વહોરાવી દીધું. ઝૂંપડીનું ક્ષેત્ર હતું, કાળઝાળ ગરીબીનો કાળ હતો. પણ ભાવે પલટો ખાધો એટલે એનો ભવ સુધરી ગયો. ત્યાંથી મરીને અબજોપતિ શેઠ થયો.
ખામોશ! અબજોપતિ તો મમ્મણ પણ હતો. ભાવધર્મ એ ભેદ પાડયો કે મમ્મણ એ સંપત્તિમાં બેભાન બની જઈને સાતમી નારકે ચાલ્યો ગયો; શાલિભદ્ર એ સંપત્તિને લાત મારીને સાધુ બન્યા. સવાર્થસિદ્ધ વિમાનના ઉત્કૃષ્ટ સુખોના ભોક્તા બન્યા !
ગમે તેમ કરીને ભાવની ભીંસમાંથી
છૂટી જાઓ
અશુભ ભાવોને માર્યા વિના જો મોત થઈ જાય તો એ ભાવોને અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ મળતા રહે. ભાવો તગડા બનતા જાય. આમ સંસાર અનંત બની રહે.
ભાવની આ જીવલેણ ભીંસમાંથી એકવાર તો છૂટી જ જવું રહ્યું. કહેવાય છે કે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં રહેલા રોકેટને એની અસરમાં રહેવું પડે છે પણ જ્યારે એક વાર તે એની ભીંસમાંથી નીકળી જાય પછી તો એનો ભંગાર થઈ જાય તો ય તે પતન પામતું નથી.
તમારા જીવનના અશુભ ભાવો કેવા છે તે તમે જાણો છો ને? એને ઉત્તેજિત કરે એવું દ્રવ્ય, એવું ક્ષેત્ર અને એવો કાળ મળે કે તરત જ એનો ભડકો થાય.
આ સ્થિતિ ખૂબ જ ખરાબ ગણાય. માનવ જેવો માનવ પોતાના ચિત્તને જરા પણ કાબૂમાં ન રાખી શકે, દેહની ધાતુઓને સ્થિર ન રાખી શકે એ કેટલી બધી નિર્માલ્ય મનોદશાનું સૂચક ગણાય?
દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની ભીષણ સ્થિતિમાંથી તમારે મુક્ત થવું હોય તો તમારા અશુભ ભાવોને કાબૂમાં લો. એ માટે તમે સખ્ત સંકલ્પ રાખો કે, “જ્યારે એ ભાવનો ભડકો થશે ત્યારે ૨૪ કલાક સુધી હું અન્ન અને પાણી નહિ લઉં,” અથવા