________________
וד
૨૧૪
નહિ ઐસો જનમ બાર-બાર
સુખો માટે પુણ્ય ભેગું કરવાની જરૂર સમજાવીએ તો વર્તમાન ભોગસુખનો રસ કાંઈક પણ ફિક્કો પાડી શકાય.
એને સમજાવવું પડે કે સુખ પામવા માટે પુણ્યકર્મ એકઠું કરવું હોય તો ધનની મૂર્છા ત્યાગીને દાનધર્મ સેવવો જ પડે, વિષય વાસના ત્યાગીને શીલ પાળવું જ પડે; રસલંપટતા ત્યાગીને તપ કરવું જ પડે.
આવી સમજૂતીથી પણ જીવાત્મા દાનાદિધર્મનો પ્રેમી બની જાય તે તેની કક્ષામાં જરૂરી ગણાય.
સીધું દૂધ ન જ પચાવી શકે તેને મનદુઃખ સાથે ય છાશ જ પાવી પડે છે ને ?
પુણ્ય-પાપની અકળ કરામતો
લોકો માને છે કે પોતાને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જવી તે પુણ્યોદયથી જ બને અને અનિષ્ટનું આગમન પાપોદયે જ શક્ય બને.
સામાન્ય રીતે તો આ વાત સાચી છે પરંતુ કેટલીકવાર આ વાત વિચારણીય મુદ્દો બની જાય છે.
એક શ્રીમંતે પરદેશ જવા માટે વિમાનની ટિકીટ ‘બુક’ કરાવી. પોતાની પત્નીની માંદગીના કારણે છેલ્લા કલાકે તેને ટિકિટ ‘કેન્સલ’ કરાવવી પડી. આથી એને ભારે દુઃખ થઈ ગયું.
બીજી બાજુ ‘વેઈટીંગ-લીસ્ટ'માં જેમનું નામ પ્રથમ હતું તેમને તરત જ એરોડ્રોમ ઉપરથી ફોન મળ્યો. એમાં જણાવ્યું કે, “તમે તુરત આવી જાઓ; તમને ટિકિટ મળી ગઈ છે.’’
આ સાંભળતાં જ તે ભાઈ આનંદવિભોર થઈ ગયા.
સ્વજનોના “બાય, બાય, ટાટા...''ના મધુરાલાપ સાથેનું વિદાયમાન લઈને વિમાન ઊડયું.
પાંચ જ મિનિટ પસાર થઈ. વિમાન સળઘી ગયું. બધા ય બળીને સાફ થઈ
ગયા!
પત્નીની માંદગીના કારણે રોકાઈ ગયેલા ભાઈએ આ સમાચાર જાણ્યા ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો. કેવી કરામત પુણ્યોદયની!