________________
וד
નહિ ઐસો જનમ બાર-બાર
કોઈને ઉલ્લું બનાવવા માટે આ બધી સારી વાતો લાગશે પરંતુ દેહનો કારમો અધ્યાસ તોડયા વિના કદી તપ થઈ શકે ખરું? કદી મહાવ્રતોનાં કઠોર જીવને પગ મૂકી શકાય ખરો ? માથાના વાળ ખેંચી નાંખવાની કે ધગધગતી રેત ઉપર હાથીની જેમ ગંભીરતાથી ચાલી નાખવાની ક્રિયાઓ શું ભેદજ્ઞાન વિના જ આવી જતી હશે ?
૨૨૩
પરમાત્મા મહાવીરે જ ભેદજ્ઞાનની વાતો કરી છે ને ? અને એ જ ભગવંતે ઘોર તપ ત્યાગાદિની વાતો કરી છે ને ? તો આદર્શો સાચા છે ને ? જો આદર્શો સાચા છે, તો એ આદર્શોને વ્યવહારુ બનાવનારી તપ ત્યાગની ક્રિયાઓ પણ એટલી જ સારી અને સાચી છે.
હથોડા ઘણા માર્યા! નિષ્ફળ ગયા! તો ય સફળતા તો હથોડા મારવાથી જ મળશે!
“અનંતીવાર ધર્મક્રિયા કરી છતાં મોક્ષ ન થયો!'' આ શાસ્ત્રવચન છે. કબૂલ છે. પણ એની સાથે એવું પણ શાસ્ત્રવચન છે કે જ્યારે પણ મોક્ષ થશે ત્યારે સામાન્ય રીતે તો એ ધર્મક્રિયાથી જ થશે.
આ વાતને કેમ ઉડાડી દેવામાં આવી છે? પહેલી અડધી જ વાત પકડી લઈને મુગ્ધ લોકોને ધર્મવિમુખ બનાવી દેવાનો પ્રયત્ન કેટલો બધો હલકો ગણાય ?
પેલા ગામડીઆ ઈજને૨ની વાતને આવા લોકોએ બરોબર યાદ રાખવી જોઈએ. એકાએક મિલના સંચા બંધ પડી ગયા! ભણેલા ઈજનેરોએ જ્યાં ને ત્યાં હથોડીઓ માર માર કરી; પણ બધું ય નિષ્ફળ!
પછી પેલા ગામડીઆ ઈજનેર (!) પધાર્યા. મેનેજરની રજા લઈને એણે એક જ વાર એક જ ઠેકાણે હથોડી મારી કે તરત જ બધા સંચા ચાલુ થઈ ગયા!
નાનકડી આ વાતમાં શાસ્ત્રનો પૂર્ણસિદ્ધાંત ગૂંથાયેલો છે. અડધીયા પ્રેમીઓએ આ વાત સારી રીતે ધ્યાનમાં લેવી જોઈએ. જો તે લોકો તેમ નહિ કરે તો અનેક ભોળા ભાવુકોના આત્માઓને પારાવાર અહિત થઈ જશે.
જો ક્રિયામાત્રથી મોક્ષ નથી તો જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી. અપવાદમાં જ્ઞાનમાર્ગી તો કોક જ મોક્ષ પામ્યા છે જ્યારે રાજમાર્ગમાં અનંતાનંત આત્માઓ ક્રિયામાર્ગની મુખ્યતાએ મોક્ષપદ પામ્યા છે.