________________
૨ ૨૪
નહિ એસો જનમ બાર-બાર
ધર્મક્રિયાને કાં વગોવો?
કેટલાકો કહે છે, “ક્રિયાકાંડથી કે તાજપથી આત્માનો મોક્ષ થઈ શકતો નથી. જો તેમ હોય તો અનંતીવાર એ ક્રિયાકાંડ અને તપજપ કર્યા છતાં કેમ હજી સુધી જીવ સંસારમાં જ ભમી રહ્યો છે?”
શાસ્ત્રના અજાણ માણસને તો આ પ્રશ્ન જોરથી લમણે વાગે તેવો છે પરંતુ આ સાવ બોદો પ્રશ્ન કહી શકાય.
પહેલી વાત તો એ કબૂલ છે ને કે કપડામાં જૂ પડી હોય તો જૂને જ દૂર કરાય ને? એથી કાંઈ કપડાંને ગાળો દઈને ફેંકી ન જ દેવાય ને? બસ ત્યારે, આ જ વાત અહીં પણ લાગુ થાય છે.
ક્રિયાઓ કે તપત્યાગાદિ જરા ય ખરાબ ન હતા પણ એની પાછળ સાંસારિક વાસનાઓ જોર કરતી હતી અથવા તો મોક્ષાભિલાષ ન હતો.
જો હવે તે વાસના દૂર થાય, અને તે મોક્ષનો અભિલાષ જાગ્રત થાય તો તે જ ક્રિયાકાંડ કે તાજપાદિથી મોક્ષ થવાનો છે.
આથી જ તત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે ભલે આજ સુધી કરેલી અનંતી ધર્મક્રિયાઓથી મોક્ષ ન થયો પરંતુ ક્યારેય મોક્ષ થશે ત્યારે તે ક્રિયાદિથી જ થશે.
ઘણી જાતની દવાઓ વર્ષો સુધી લઈને ધરાઈ ગયેલા દર્દીને ફરી કોઈ ઈલાજ બતાડવામાં આવે છે ત્યારે તરત તેને અજમાવવા માટે પ્રેરાય છે કેમકે તે જાણે છે કે, “જ્યારે પણ રોગ જવાનો હશે ત્યારે આવા જ કોઈ ઈલાજ જ જશે. ભલેને આજ સુધી નિષ્ફળતા મળી.
ધર્મક્રિયાઓ “અનંતી' કર્યાનું કહીને તેને તિરસ્કારવાનું જણાવતા બિરાદરોને આ વાતની ખબર છે ને કે પત્નીઓ પણ “અનંતી કરી છતાં ભોગતૃપ્તિ થઈ નથી!” તો પછી તેમના ભક્તોને લગ્નજીવનની માંડવાળા કરવાનું તેઓ કેમ કહેતા નથી?
દૂધ પીને મરી ગયો!
ઝેર ખાઈને જીવી ગયો! અસાધ્ય સંગ્રહણીનો એક દર્દી દૂધ પીને મરી ગયો! દમનો દર્દી સોમલ ખાઈને નિરોગી બનીને જીવી ગયો!