________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૨૧
કોણ કહે છે કે આત્મા ઉપર
જડની કોઈ અસર નથી?
જ્યાં સુધી આત્મા શરીરના પુદ્ગલમાં સર્વત્ર ઓતપ્રોત થઈને રહેલો છે ત્યાં સુધી જડની અસ૨ આત્મા ઉપર છે, છે ને છે જ.
દૂધમાં પડીને એકરસ થઈ ગયેલું પાણી પણ, દૂધ ગરમ થાય એટલે ગરમ થવાનું જ છે.
દલીલોની વાત જવા દો. હાથકંકણને આરસીની શી જરૂર છે ? જડની અસ૨ને જે બિરાદર અવગણતા હોય એમને જડ એવી સોયની ટાંચણી જ અડાડો એટલે બધી ખબર પડી જશે.
શબ્દપુદ્ગલ પણ જડ છે ને? એમને જો કોઈ ‘ગ ધે ડો’ એવું કહે તો જુઓ મજા... પછી શું થાય છે તે...
ચશ્માં ય જડ જ છે ને ? છતાં વાંચવાના નંબરવાળા સચેતનને વાંચતી વખતે એના વિના ક્યાં ચાલે છે?
શાસ્ત્ર પણ જડ છે ને ? મૂર્તિ પણ જડ છે ને ? ભોજન પણ જડ છે ને ? દવાની ગોળી પણ જડ છે ને ? આ બધા ય શું આત્મા ઉપર કોઈ અસર જ કરતા નથી? જડ શાસ્ત્ર - કે જડ મૂર્તિ આત્માને જ્ઞાન આપતા નથી કે ? ચશ્માં, આત્માને દર્શન દેતા નથી કે ? દવાની ગોળી આત્માને સુખ દેતી નથી કે ?
ક્રમબદ્ધ પર્યાયની એકાન્તિક લૂલી વાતોથી બચાવ થઈ શકે તેમ નથી.
વળી ‘‘જડની અસ૨ નથી'' એવું માત્ર બોલવા પૂરતું જ રાખ્યું છે ને ? વ્યવહારમાં તો શાસ્ત્ર, મૂર્તિ, ચશ્માં, દવા વગેરે અનેક જડ પદાર્થોનું શરણું લેવાય જ છે. વાણી અને વર્તનનો આ વિસંવાદ કેટલો કાળ નભી શકશે ?
અપેક્ષાએ, પુણ્યકર્મ અત્યંત ઉપાદેય જ છે
કેટલાક લોકોએ પુણ્યકર્મની હેયતાની વાત શાસ્ત્રમાંથી કાઢી બતાવીને બૂમરાણ મચાવ્યું છે.
પુણ્યકર્મ નકામું છે... એ જોઈએ જ નહિ... એવો કદાગ્રહી વિચાર બાળજીવોને માટે અત્યંત અહિતકર છે.