________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૧૩
કિનારે તો જ પહોંચાડે જો તેઓ જીવતા હોય.
જો તેઓ મરીને મડદું બની જાય તો વળી પાછા એ જ કિનારે ફેંકી દે છે.
સાધનાનો સાગર પણ બરોબર આવો જ છે. એને પાર ઊતરવાનું કામ સાગરને તરી જવા કરતાં ય વધુ કાઠું છે. જે મુમુક્ષુઓ શાસ્ત્રચુસ્ત જીવન જીવવાનાં કૌવત સાથે આ સાગરમાં ઝંપલાવે છે; અને પછી પણ એ કોવતને જીવતું રાખે છે તેઓ જ આ સાગરને પેલે પાર-સિદ્ધિના કિનારે-પહોંચી શકે છે. જેઓ એ કૌવત ખોઈ બેસે છે તેઓ જીવવા માટેના નિષ્ફળ ડાફાડોળીઆ મારતાં અંતે મરી જાય છે. આવા મડદાંઓને સાધનાનો એ સાગર ફરી પાછા સંસારના કિનારે ફેંકી દઈને જ જંપે છે.
નમો ઈતિ ઉગ્રં,” ક્યાંક કહ્યું છે તે કેટલું બધું સાર્થક છે! નમસ્કાર વિધિવત્ સેવાય તો તારે; નહિ તો માર્યા વિના ન રહે એટલી ઉગ્રતા ધારણ કરે.
મહોપાધ્યાયજીએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે, “જે મુમુક્ષુઓના ચારિત્રમાણ રહેંસાઈ ને ખતમ થઈ ગયા છે તેઓ મડદાં બની ગયા છે એમ સમજવું. આવા લોકો પાસે ઘણા માણસો આવે તેથી નવાઈ ન પામશો; કેમકે આ ધસારો તેમની સ્મશાનયાત્રાનો છે.
પુણ્યનું “એક્ષચેંજ”
ભગવાન જિનેશ્વરોએ તો જીવોમાં સૌ પ્રથમ મોક્ષનો રસ જગાડવાનો જ ઉપદેશ દેવાની અમને વાત કરી છે. જેનામાં એ રસ પેદા કરવાની તાકાત હોય જ નહિ તેનામાં પુણ્યનો રસ જગાડવાનું અમને જણાવવામાં આવ્યું છે.
આ લોકના સુખના રસ કરતાં પરલોકના સુખનો રસ કાંઈક જ ઓછો ભયાનક છે છતાં તે પામવા માટે અહીનું ધન ત્યાં પહોચાડાતું નથી. ધન દઈને એક્ષચેંજ રૂપે પ્રાપ્ત કરેલું પુણ્ય જ ત્યાં બધું સુખ ઊભું કરી આપે છે.
ગમે તેમ કરીને વર્તમાન ભોગસુખના અતિ કટુ રસ તરફ તિરસ્કાર ઉત્પન્ન કરાવવો જ જોઈએ. આ પાપીષ્ઠ રસથી મનને ખસેડીને જો મોક્ષરસ ન કેળવી શકાય તો છેવટે તે આત્માને પુણ્યનો રસીયો તો બનાવવો જ જોઈએ. - વર્તમાન જીવનના ભોગ સુખોનો જ રસીયો પરલોકાદિને કદી માનતો ન હોય. જો આવા આત્માને “પરલોકની હસ્તી છે” એ વાત ઠસાવી દઈને ત્યાંની દુનિયાના