________________
ના
નહિ ઐસો જનમ બાર-બાર
૨૧૫
દુષ્ટ માણસો પોતાના દુષ્ટ દાવોમાં ફાવટ જ મેળવતા જાય, એમાં એમનો પુણ્યોદય શી રીતે કહેવો? એવા લોકો તો જેલભેગા થઈ જાય એ જ પુણ્યોદય નહિ? જેથી નવા પાપો કરતાં તો અટકે ?
જેલમાં બેસવા લાયક માણસ ગાદીએ બેસે એમાં પુણ્યોદય શાનો? બેફામ ગાળાગાળી કરનારને જો જીભ મળી તો તેમાં તેનો પુણ્યોદય કેવો ?
ભોજન શ્રીમંતનું કે ગરીબનું?
કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા માટે પુણ્યબળની અનુકૂળતા મળે છે પછી તે ક્ષેત્રમાં ઝપાટાબંધ પ્રવેશ થાય છે. ટૂંક સમયમાં એક પ્રકારની “માસ્ટરી'' આવી જાય છે પરંતુ સામાન્ય રીતે માનવનું મન સિદ્ધિના શિખરોને નજદિકમાં જોઈને; પ્રશંસાના શબ્દો સાંભળીને વધુપડતી ઉત્તેજનામાં ફસડાઈ પડવાની ભૂલ કરી બેસતું હોય છે.
એ મન ઠેકડા મારવા લાગે છે; ધૈર્ય અને સ્વસ્થતા-બે ય ખોઈ બેસે છે. પછી પોતાના ગજાબહાર જઈને કાર્યક્ષેત્રને વિકસાવવા પ્રયત્ન કરે છે. આમ થતાં કાર્યની ઘનતા પ્રવાહી બનવા લાગે છે.
સમગ્ર વિશ્વમાં આપણે ફેલાઈ જઈએ એ વાત ગમે તેટલી સારી હોવા છતાં અમલ માટે ભારે જોખમી છે. બધું જ કરવું; બધાયનું કરવું; બધે કરવું એ સિદ્ધાંત નબળા મનની નીપજ છે. આપમેળે ગમે તેટલો વિકાસ ભલે થાય પણ પોતાનું કાર્યક્ષેત્ર મર્યાદિત રહેવું જ જોઈએ. એમાં ખૂબ ઘનતા આવવી જ જોઈએ. એક જ પ્રાંત; રે! એક જ જીલ્લો કે તાલુકો જ લઈએ અને ત્યાં જ પરમાત્મશાસનની સ્થિરતા બનાવીએ તો કેમ? શા માટે ચારેકોર આજીવન દોડવું ?
શ્રીમંતનું ભોજન કેટલી વાનગીઓવાળું હોય છે? પણ તૃપ્તિ તો ન જ થાય
ને ?
જ્યારે ગરીબનું ભોજન! ભલે રોટલો ને છાશ જ! પણ તૃપ્ત કરી દે.