________________
નહિ ઐસો જનમ બાર-બાર
છે ત્યાં ઘડપણ પણ ડોકાં દેવા લાગ્યું!
અમૂલો માનવજીવનની કેટલી પ્રચંડ ગતિ! આવું જીવન મળ્યા પછી પણ જો એળે જાય તો માણસ જેવો માણસ “મામો” જ બન્યો કહેવાય ને? આથી જ પરમપિતા પરમાત્માએ આપણને ખૂબ જ સ્પષ્ટ લક્ષ અને ખૂબ જ સ્પષ્ટ સાધનામાર્ગ બતાવી દીધો છે. “આપણું લક્ષ શું?” ના... એ માટે ચિંતન, મંથન - કશું ય કરવાની જરૂર નથી. ઉપર પરિસંવાદો કોઈ યોજશો જ નહિ. લક્ષ તૈયાર જ છે : બંધનમુક્તિ. રાગ-દ્વેષના અણુ પરમાણુની, આત્માના સર્વ પ્રદેશોમાંથી હકાલપટ્ટી. અને સાધના? એ ય તૈયાર જ છે. કક્ષા પ્રમાણેની... એ પાત્રતા મુજબની.
દયા, પ્રેમ, મૈત્રી આદિ પાયાના ગુણોના વિકાસથી આરંભીને; સુખવિરાગ; ભોગત્યાગ; સર્વસંગત્યાગ સુધીનો સંપૂર્ણ સાધના માર્ગ તૈયાર છે. હવે તો આપણે ચાલીએ એટલી જ વાર; ચાલવાનો પુરુષાર્થ જ કરવાનો બાકી છે. એ માર્ગનો યોગ જ સાધવાનો શેષ રહે છે.
લોકો પ્રયોગમાં પડ્યા છે. જેના મગજમાં જે તુક્કો આવ્યો તેણે તેને આત્મકલ્યાણ કાજેનો પ્રયોગ બનાવ્યો! અરે! આ જીવન એ શું આવી મશ્કરી છે? પ્રાપ્ત શક્તિઓનો આમ તે ફજેતો થાય? પળપળની બરબાદી કરીને અંતે “ખોટું થઈ ગયાનો'' એકરાર કર્યાનો અર્થ શો? ના.. પ્રયોગમાં કોઈ ન પડો.
સંતો દીધા સાધનામાર્ગનો યોગ જ પ્રાપ્ત કરો. સબૂર. દાનાદિ ધર્મક્રિયાના કોઈ પણ યોગને યોગધર્મ તો ત્યારે જ કહેવાશે જ્યારે લક્ષ્મીમમવાદિના વિયોગની માનસિક રીતે વિયોગ ભૂમિકા તૈયાર થઈ હશે. યોગ એટલે જ આ વિયોગ. વિયોગ વિનાનો યોગ એ તો ફજેતીનો પ્રયોગ.
સર્વ સુખનું મૂળ : મોક્ષાભિલાષ
પ્રાચીનકાળના માનવો વધુ સંખ્યામાં સારા હતા. એનું કારણ એ ભૂમિ સંતોની હતી. સંતો સદાય ધરતી ઉપર ફરતા અને સહુને મોક્ષપદ પામવાનો ઉપદેશ દેતા.
આ ઉપદેશની ધારામાંથી એક તાલબદ્ધ ગીત પ્રગટ થઈને સહુના અંતરમાં કોતરાઈ જતું.
જેને “મોક્ષ પામવાની ઈચ્છા થતી તેને એ વાત પણ બરોબર સમજાતી કે મોક્ષપદ ન મળે ત્યાં સુધી સંતોના સમાગમવાળી સદ્ગતિઓ આપણે મેળવતા જ