________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૦૯
સાધના સાચી કઈ સમજવી?
પરમાત્માના નામજપથી માંડીને કે દુઃખી પ્રત્યેની અનુકંપાથી થતાં દાનથી માંડીને સંસારત્યાગ કરવા સુધીની અગણિત સાધનાઓ છે.
આ વિશ્વમાં અગણિત સાધકો છે. પણ સાચો સાધક કોણ? કઈ સાધના સાચી માનવી?
આ રહ્યું તેને જાણવા માટેનું મીટર.
સાધના કરનારના અંતરમાં સર્વજીવો પ્રત્યે જો પ્રેમ ઊભરાયો હોય; જો તેનું જીવન પવિત્રતાનું જીવંત પક્ષપાતી બન્યું હોય; જો તે સાધક ધર્મરક્ષા ખાતર જરૂરી નીડરતા ગુણને વર્યો હોય અને જો તેનામાં ધર્મશાસ્ત્ર પ્રત્યે પૂર્ણ વફાદારી હોય તો તેની સાધના સાચી કહેવાય. તે સાચો સાધક કહેવાય.
સાધક અને શત્રુવટવાળો! અસંભવ. સાધક અને સાવ જ અપવિત્ર! અસંભવ. સાધક અને ધર્મના આક્રમણો સામે કાયર! અસંભવ. સાધક અને ધર્મશાસ્ત્રને બેવફા! અસંભવ;
સાધક બનવા માટે પલાઠી નહિ મારશો તો ચાલશે; યોગાસનોની તાલીમ નહિ લો તો પણ ચાલશે, કુંડલીનીનું ઉત્થાન નહિ કરો તો ય ચાલશે. પરંતુ ઉક્ત ચાર ગુણો વિના કદાપિ નહિ ચાલે. આશ્રમ ઊભો કરવાથી કે પર્ણકુટિરમાં રહેવાથી સાધક ન બની જવાય; પોતડી અને પાવડી પહેરવાથી પણ સાધક ન બની જવાય. જટા રાખવાથી કે સાધનાની વાતો કરવાથી ય સાધક ન બનાય.
સાધક તો ઉક્ત ચાર ગુણોને પામવાથી અને વિકસાવવાથી જ બની શકાય.
દીક્ષા લેનારનો ભાવ અને સ્વભાવ
બે ય જોવા ઘટે. જેના અંતરમાં સંસારના સુખો પ્રત્યે ઉદ્વેગનો ભાવ જાગ્યો હોય અને ભાવિ વ્રતપાલનની ધીરતાનો ભાવ જેના મોં ઉપર તરવરતો હોય તે મુમુક્ષુને દીક્ષા આપી શકાય.
પરંતુ આની અંદર ગર્ભિત રીતે એક વાત પડેલી છે જેની તરફ આપણું ધ્યાન