________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૦૭
ભાવના એટલે મનમાં જાગેલા શુભ-સંકલ્પો; જ્યારે ‘ભાવ’ એટલે આત્મામાં વ્યાપેલો એક અધ્યવસાય-પરિણામ.
પૂર્વજીવનોની ધર્મારાધનાઓ પાછળ જો ભાવનાઓ મોક્ષાનુકૂળ ન હોય; અને સંસારના રસને જ ઉત્તેજીત કરતી જતી હોય તો તે ભાવનાઓથી વારંવાર ભાવિત થતાં આત્મામાં વિલક્ષણ ભાવ જામતો જાય છે. એની સાથે વિલક્ષણ કર્મ પણ જામ થતું જાય છે.
હવે નવા જીવનમાં શુભ ભાવનાઓ તો જાગી; પણ પેલો ભાવ પ્રતિબંધક બને છે. ભાવનાને વારંવાર નબળી પાડી દેવાનું કામ એ કરતો રહે છે.
આ ઉપરથી એમ લાગે છે કે ભાવનાની સફળતા માટે ભાવનો સહકાર અનિવાર્ય છે. આથી જ ભાવે ભાવના ભાવીએ''એક કવિએ કહ્યું હશે, એમ લાગે છે.
જીવનમાં બીજું ઓછુંવત્તું ચલાવી શકાય, પરંતુ ધર્મ કરતાં કે પાપ કરવાની ફરજ પડતાં આત્મામાં અશુભ ભાવ જામ ન થઈ જાય એની તો બેહદ કાળજી રાખવી ઘટે.
પાપનાશનો શ્રેષ્ઠ ઉપાય : સતત સદ્ગુદ્ધિની હાજરી
ઉપમિતિભવપ્રપંચાકથાની પીઠિકામાં દ્રમકનો ઉપનય આપીને તેના કર્તા સિદ્ધર્ષિ મહારાજે કમાલ કરી નાંખી છે.
વાર્તાની વાર્તા (રૂપક કથા) અને વિકાસ માટેના ક્રમિક ઉપાયોનું સચોટ માર્ગદર્શન.
વિષય કષાયોના અનાદિ વિકારોને શાંત પાડવા માટે મુખ્યત્વે ક્રમશઃ ચાર ઉપાયો તેમાં બતાડવામાં આવ્યા છે.
(૧) કાળનો પરિપાક
(૨) પ૨માત્માનો અનુગ્રહ (સદાજ્ઞાભ્યાસસ્વરૂપ)
(૩) સદ્ગુરુની કૃપા (દયા)
(૪) સબુદ્ધિ.
કાળ પાકે ત્યારે જ જીવનમાં ગુણનો વિકાસ થવાના આરંભસ્વરૂપ અનુગ્રહ પ્રાપ્ત થાય. ત્યાર પછી જ ગુરુકૃપા મળે. પણ તે સદા તો સક્રિયસ્વરૂપે ન રહી શકે