________________
וד
નહિ ઐસો જનમ બાર-બાર
અર્થકામના લોભીઓ અઠ્ઠમનો તપ વગેરે ન કરે શું? પણ એને એ અણાહારી પદ આપવારૂપ તપ પ્રત્યે સાચો પ્રેમ છે ખરો ? એવો તપ મોક્ષ ન જ દે.
૨૦૨
દુ:ખભીરૂ અને સુખલોભી તો ઘણાં શરણાં લે અરિહંતાદિના.... પણ એને પાપનો તો લગીરે ભય ન હોય.
શા કામનાં એ શરણાં ?
ચક્રીના ઘોડાનું શીલ કેવું?
મુનિ મેતાર્યઘાતક સોનીનું-સાધુજીવનના-સ્વીકારનું-સુકૃત કેવું ? વિનયરત્નનું ગુરુ-શરણું કેવું ? બધાય નકામા!
અનુમોદના અને પ્રશંસાનો તફાવત
માનસિક થાય તે અનુમોદના.
જાહેરમાં થાય તે પ્રશંસા.
આ છે તેના સામાન્ય અર્થો.
અનુમોદના સહુ કોઈ મોક્ષસાધક ગુણની થાય. મિથ્યાદૃષ્ટિ આત્માના પણ મોક્ષસાધક દયાદિ ગુણની અનુમોદના જરૂર થાય; ક૨વી પણ જોઈએ.
અનુમોદના માનસિક છે; માટે જ તેમાં કોઈ જોખમ નથી.
પણ પ્રશંસા જાહે૨માં કરાય છે માટે તે ખૂબ જ જોખમી છે; એમાં પુષ્કળ સાવધાની અનિવાર્ય બની રહે છે.
ગમે ત્યાં રહેલા સારા ગુણની જાહે૨માં પ્રશંસા ન થઈ શકે.
કોઈ દાનવીરના દાનની જાહે૨માં પ્રશંસા કોઈ સાધુ કરે તો અનેક લોકો એવા દાની ઉપર ‘ધર્માત્મા’ તરીકેનો વિશ્વાસ મૂકીને રકમો ધીરે. પરિણામે કદાચ બધાયની રકમો પેલો હજમ કરી જાય તેવી સ્થિતિ સર્જાય.
પ્રશંસા કરવી જ હોય તો એવા સ્થાને ગુણની પ્રશંસા કરવા સાથે સાથે એ ગુણની ખતરનાકતા પણ જણાવવી જોઈએ. એટલે કે એ ગુણની સાથે પડેલા અવગુણનું પ્રકાશન પણ કરવું જોઈએ; જેથી એવા ગુણીનું નિમિત્ત પામીને અનેક આત્માઓ અધઃપતન ન પામે.
વેશ્યાનું રૂપ એ ગુણ છે. પણ એની ખતરનાકતા પણ કાતીલ છે. પુણ્યોદયથી