________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૦૩
રૂપ મળે તેવી પ્રશંસા કરનારે એ રૂપની કાતીલતા સમજાવવી જ જોઈએ; અન્યથા મૌન રહેવું જોઈએ.
અનુપમ રણકાર : નિંદાનો અને અનુમોદનાનો
પાપ અને પુણ્ય તો ઘંટના અવાજ જેવા છે. પાપ કરવા માત્રથી સંસાર વધી જતો નથી કે પુણ્ય કરવા માત્રથી સંસાર કપાઈ જવાની ભૂમિકા ઊભી થતી નથી.
પાપની પાછળ નિંદા હોય તો જન્મજન્માંતરના પાપોના અનુબંધ તૂટી પડે છે; પુણ્યની પાછળ એવા પુણ્યનું ગૌરવવંતુ અનુમોદન હોય તો પુણ્યના અનુબંધો મજબૂત બની જાય છે. એ જ સંસાર કાપવી સુંદર ભૂમિકા તૈયાર કરી આપે છે. સંસારના વિકાસ કે વિનાશમાં મુખ્યત્વે “બંધ’’ નહિ પણ ‘અનુબંધ’’ કામ કરે છે. પાપ પાછળ તીવ્ર નિંદાનો-પશ્ચાત્તાપનો રણકાર ચલાવો. ધર્મની પાછળ ગૌરવવંતી અનુમોદનાનો રણક૨ા ચલાવો.
ઘણા ખરા લોકોમાં આમાંનો એકે ય રણકાર જોવા મળતો નથી. પાપ કરનારાંને પશ્ચાત્તાપ નથી. ધર્મ કરનારાઓને એની કોઈ અનુમોદના જ નથી.
સામાયિક કરનારને જો તે સામાયિકનું ગૌરવ સમજાયું હોય, જિનપૂજા કરનારને તેનો મહિમા સમજાયો હોય તો તે અવશ્ય તેની ખુમારીવાળો હોય; એટલું જ નહિ પણ પોતાને ખૂબ ગમતી એ આરાધનાઓ બીજા પણ કરે એ માટે ખૂબ જ પ્રયત્નશીલ હોય. ક્યાં છે આવા રણકાર પાપનિંદાના? ધર્મની અનુમોદનાના? પછી સંસાર ન તૂટે તેમાં નવાઈ શી?
સંસારભ્રમણના ભુક્કા બોલાવી દેતા બે મહાધર્મો : નિંદા : અનુમોદના
આબરુનું લીલામ કરી નાખે એવા પાપોના ય બંધ અને અનુબંધોને તોડી નાખવાની શક્તિ પડી છે એના તીવ્ર પશ્ચાત્તાપમાં.
મા-દીક૨ા વચ્ચે સંબંધ થઈ ગયો! કેવું ઘોર પાતક! પણ એની પાછળ પશ્ચાત્તાપનો મહાનલ પ્રગટી ગયો અને ભવલીલાનો લગભગ અંત આવી ગયો.
દાસીપુત્ર ચિલાતી! કેવો ભયાનક બહારવટીઓ ! પોતાની પ્રેયસી સુસીમાનો ખૂની! લોહી નીગળતો દેહ! કેવા સીતમગાર પાપો! પણ... પણ તો ય એ જ