________________
૧૨૮
નહિ ઐસો જનમ બાર-બાર
અમે ફેરિયા નથી,
દુકાનદાર છીએ
પોતાની ગરજે ગામડે ગામડે ગલીએ ગલીએ, ઘરે ઘરે ફરે તે ફેરિયો કહેવાય; બીજાની ગરજે લોકોને જ્યાં દોડી આવવું પડે તે દુકાનદાર કહેવાય.
અમારું કાર્ય ફેરિયાનું નથી; દુકાનદારનું છે. ધર્મ જેવી મૂલ્યવાન ચીજ જ્યાં ને ત્યાં જેને અને તેને બઝાડવા જેવી નથી. જ્યારે જ્યારે આ રીતે અપાત્રોના હાથમાં ધર્મ ગયો છે ત્યારે ત્યારે ધર્મનો ઓછેવત્તે અંશે નાશ થયો છે.
વર્તમાનકાળના ભોગભીષણ વાયુમંડળમાં તો આ વાત ખૂબ જ સાવધાની માગી લે છે. જે ખરેખરો પાત્ર આત્મા હોય તેને જ આ ધર્મનું તત્વજ્ઞાન આપી શકાય. એવાની શોધ કરવા માટે અમારે દુકાનદાર બનવું રહ્યું. અમારા માલની સાચી ગરજવાળો જ પ્રાયઃ અમારે ત્યાં આવશે. એને અમે પાત્ર સમજી લેવા યત્ન કરીશું. “જગતમાં ધર્મની જરાય ભૂખ રહી નથી.’’ એમ સમજીને કેટલાક દુકાનદારોએ ફેરી ચાલુ કરી છે. મારી દૃષ્ટિએ તો તેઓ સરિયામ દેવાળું કાઢવાની સ્થિતિમાં છે.
હજી ભારતની ધરતી ઉપર માનવતા અને આધ્યાત્મિકતાનો પ્રાણ ધબકી રહ્યો છે. કોઈ પણ દુકાનદારે હતાશ થવાની જરૂર નથી. વળી આ તો ઝવેરાતની દુકાન છે, ભજિયા-ભૂંસાના વેપારીને ત્યાં જેવો દરોડો પડે છે તેવી ઘરાકી અહીં ન હોય તે જ સ્વાભાવિક છે.
પણ છ-બાર મહિને એકાદ પણ જોરદાર ઘરાકી નીકળી જાય તો ય શું વાંધો છે? ધંધો જ એવા પ્રકારનો છે ? વળી એવી ઘરાકી નીકળવાની પણ ખરી જ. એટલે હતાશાને હજી અવકાશ નથી.
ભાવના કરતાં પાત્રતા બળવાન
ભાવના બળવાન કે પાત્રતા બળવાન?
બધા મેટ્રિક-પાસ વિદ્યાર્થીઓની કોલેજમાં દાખલ થવાની તીવ્ર ભાવના હોવા છતાં પણ તે બધાયને કોલેજોમાં પ્રવેશ મળતો નથી. કેમકે કોલેજના અધ્યાપકો તેમના સર્ટિફિકેટની પાત્રતાને જોઈને નિર્ણય કરતાં હોય છે.
આ રીતે જગતમાં સર્વત્ર પાત્રતા જોવાય છે.
સંગ્રહણીના દર્દીની દૂધ પીવાની તીવ્રતમ ભાવના હોય તો ય તેને દૂધ પીવા