________________
૧૬ ૨
નહિ એસો જનમ બાર-બાર
ધક્કો દઈને ધરતી ઉપર એ ઢાળી શકતા નથી.
ધારો કે એક માણસે પચાસ વર્ષ સુધી-અનેક પ્રકારના સંસાર સુખો અનુભવ્યા. ત્યાર બાદ એક દિવસ દાઢમાં દુખાવો ઊપડયો. સખત વેદના શરૂ થઈ. આ વખતે જેની ખાતર મહામૂલા સમય અને શક્તિનું દેવાળું કાઢી નાખ્યું તે ભોગસુખો કાંઈ કરી શકે ખરા? તે સુખોનું સ્મરણ કોઈ શાંતિ આપી શકે ખરું? તે સુખોનો એકાદ પણ એવો ઓડકાર આવે ખરો કે જેના અનુભવમાં દાઢની વેદના વીસરાઈ જાય!
કશું જ નહિ ને?
જેને પચાસ વર્ષનું ગુલામીખત લખી આપ્યું તે સુખોની અનુભૂતિનું સ્મરણ પણ પળના દુઃખને ય દૂર હડસેલી શકતું નથી ને? આ કેટલું નક્કર સત્ય છે! છતાં એનો વિચાર કરીને ભોગસુખોના ગુલામી ખતને ચીંથરે ઉડાવી દેવાની તાકાત કોઈ કેળવતું નથી!
જો એ સુખાનુભૂતિઓ - બધી ભેગી મળીને પણ - આવી પડેલા નાનાશા દુઃખમાં ય આશ્વાસન દઈ શકતી ન હોય તો એના ભરોસે આખું ય જીવન સોંપી દેનારાઓ મૂર્ખાઓના સ્વર્ગમાં જ વસે છે એમ કહેવામાં કશું ય અનુચિત નથી.
સાચે જ, વૈરાગ્ય ઉદ્ભવે છે; એ ભોગસુખો તરફ.
આપણે તો જોઈએ છે એવી બેઠી તાકાત કે જે હિમાલય જેવડા દુઃખમાંય આપણને અપાર સમાધિ આપી શકે. આ ભોગસુખોની તીવ્ર અનુભૂતિઓ તો ઊલટો આત્માને એવો માયકાંગલો બનાવે છે કે સોયના દુ:ખનું ય નાનકડું દુઃખ વેઠી પણ તે શકતો નથી.
સુખ દુઃખથી કાંઈ સુખી
દુઃખી ન થવાય
લખી લો અંતરમાં. સુખથી કાંઈ સુખી નથી થવાતું... દુઃખથી કાંઈ દુઃખી જ નથી થવાતું.
ઘણા વિપુલ સુખની સામગ્રીવાળા ઘણા લોકો સુખી નથી; દુઃખની સામગ્રીવાળા ઘણા લોકો દુઃખી પણ નથી.
સુખી થવું કે દુઃખી થવું એ કાંઈ બંગલા અને ઝૂંપડા સાથે ગાઢ સંબંધ ધરાવતી જીવનની પ્રક્રિયા જ નથી. લગભગ આખી દુનિયા આ જીવલેણ ભ્રમમાં ફસાઈ છે.