________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૮૫
સ્નેહરાગ તમારો ખરો કે જંબુકુમારનો
તમને તમારા સ્વજનો ઉ૫૨; મિત્રો ઉપરઃ ગ્રાહકો ઉપર કેવો સ્નેહ? સ્વાર્થભાવની બદબૂ વિનાનો જ ને ? કે એ બદબૂથી ગંધાઈ ઊઠેલો ? તમારી નીકટમાં નીકટ ગણાતા સ્નેહીઓમાં ભાઈ, પિતા, પત્ની મિત્ર વગેરે ગણાય. શું પૈસા ખાતર સગા ભાઈ સાથે ય તમે લડી પડતા નથી? એ વખતે પૈસો જવા દો કે ભાઈને જવા દો!
પત્નીના પ્રેમ ખાતર માતપિતાને ધક્કો મારતા તમને વાર લાગે ખરી?
કોઈ કારણે ચકમક ઝરે તો પત્નીને પણ ધક્કો મારીને કાઢી મૂકતાં તમને પળનો ય વિલંબ થાય ખરો ? મિત્ર સાથે પણ કપટ રમતાં; ગ્રાહકને પણ છેતરી દેતા તમારા હૈયાને જરાય થડકારો થાય ખરો ? ભલા... આ તે કેવો સ્નેહરાગ! આને સ્નેહભાવ ન કહેવાય પરંતુ એના ઓઠા નીચે પોષાતો ઘાતકી સ્વાર્થભાવ જ કહેવાય.
સ્નેહરાગ તો ભલા! જંબૂકુમારનો.
લગ્નની પહેલી જ રાત. આઠે ય કન્યાઓ પતિને રાગમાં પલોટવાના પ્રયત્નમાં કમર કસે છે અને પતિ એ આઠેયને વિરાગી બનાવવા કટિબદ્ધ બન્યા છે.
દરેક કન્યા સાથે જંબૂકુમારે વાર્તાલાપ શરૂ કર્યો. છેવટે કવિતાના ધ્રુવપદ રૂપે દરેકને એક જ વાત કરી : “તું મને જરા ય ગમતી નથી; હવે તું કહે કે હું તને ગમું છું ખરો કે નહિ ?’’
:
જંબૂકુમાર જો સ્ત્રીઓને ગમી જાય તો તરત જ જંબૂકુમાર જણાવવા માંગતા હતા કે, ‘“તો પછી મારી વાત માનો; આપણે સહુ આવતી કાલે સવારે સ્વાર્થભર્યા આ સંસારનો ત્યાગ કરીએ.
ખરેખર... એમ જ થયું. ચોરી કરવા આવેલા પ્રભવાદિ ૫૦૦ ચોર અને નવેયના માતપિતા-કુલ ૫૨૭ની દીક્ષાનો ભવ્ય વરઘોડો નીકળ્યો.
સાચો સ્નેહભાવ તો આનું નામ? જ્યાં પરના કલ્યાણની એકમાત્ર પરાર્થવૃત્તિ જ ઝૂમી રહી હોય.