________________
૧૮૪
નહિ એસો જનમ બાર-બાર
સાથે પીતો જોવા મળે છે. કેવી સ્થિતપ્રજ્ઞતા! સુખ પ્રત્યેની કેવી અલીનતા! તમે સમગ્ર જીવન આ નટરાજની મસ્ત અદાથી જીવતા થઈ જાઓ.
બુદ્ધિ ભ્રષ્ટ થવાનું કારણ
સ્મૃતિનાશ માણસની બુદ્ધિ બગડે ક્યારે? એવી કઈ પળો પાપી બની જતી હશે જેમાં બુદ્ધિને ખરાબ સૂઝે; જીવન ખરાબ બનવાની ભૂમિકા તૈયાર થાય?
આ રહ્યો જવાબ :
સ્મૃતિનો જ્યારે નાશ થાય ત્યારે તે પળોમાં બુદ્ધિ બગડે; ભ્રષ્ટ થાય; જીવનને એબ લગાડવાની ભૂમિકા તૈયાર થાય.
સ્મૃતિ એટલે સ્મરણ. સ્મરણ આત્માનું. હું કોણ છું તેનું સાચું ભાન... જૂઠા ભાનનું વિસ્મરણ.
હું ડૉક્ટર નથી; વકિલ નથી; શેઠ નથી; દીકરાનો બાપ નથી; સ્ત્રીનો પતિ નથી; દર્દી નથી; ભિખારી નથી. હું તો સત્, ચિત્ત અને આનંદ સ્વરૂપ આત્મા છું. હું જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય છું.
જે પળોમાં હું કોણ ? ના સાચા ભાનનું વિસ્મરણ થઈ જાય એ પળોમાં જ બુદ્ધિ બગડે; ભ્રષ્ટ થાય. જીવન ખરાબ થાય.
અફસોસ! જગતને જાણનારાઓ “હું” ને જ જાણતા નથી! દુનિયાની વાતો કરનારાની પોતાના ઘરમાંથી જ હકાલપટ્ટી થઈ છે. એણે પોતાના ઘરમાં ઈર્ષ્યા, અતૃપ્તિ, ક્રોધ, કામના, લોભ, મોહ વગેરે એટલા બધા નોકરોની ભરતી કર્યે જ રાખી છે કે એ બધા નોકરોએ ભેગા મળીને એ બિચારા શેઠને જ ઘરમાંથી કાઢી મૂક્યો છે!
રાવણ જેવા મહાત્માના પણ જીવનમાં જે ભયાનક વિનિપાત જોવા મળે છે તે “હું” ના વિસ્તરણનો જ પ્રત્યાઘાત છે. જે પળોમાં “હું' ભુલાયો તે પળોમાં જ બુદ્ધિમાં નાનો કે મોટો બગાડ ઉત્પન્ન થઈ જાય. ગીતાજીમાં પણ આ વાત કહી છે. ઋતુર્નાશાત્ બુદ્ધિનાશઃ”