________________
૧૮૬
નહિ એસો જનમ બાર-બાર
તમને સૌથી વહાલી ચીજ!
જીવ પણ નહિ જ કદાચ તમને જ ખબર નહિ હોય કે તમને સૌથી વહાલી વસ્તુ કઈ છે?
કહો જોઉં, પૈસો વહાલો છે? ના.... દીકરો સખત માંદો પડે તો પાણીની જેમ પૈસો વાપરી નાખો કે નહિ?
તો શું દીકરો વહાલો છે? ના... ધારો કે તમારા પત્નીને પ્રસૂતિગૃહમાં દાખલ કર્યા છે. ડૉક્ટર કહે છે કે કાં બેન નહિ; કાં બાળક નહિ..
તમે શું કરો ? બાળકને જવા જ દો ને? પત્નીને બચાવી લેવાની જ વાત કરોને? તો શું પત્ની ઉપર તમને અગાધ પ્રેમ છે? રામ.. રામ... કરો.
આગ લાગી હોય તો એને ય પડતી મૂકીને તમે નાસી જાઓ એવું ય બને ને? જીવતા હોઈશું તો કાલે બીજી લાવશું !” એવા મનઃસમાધાનથી.
ભલે... તો શું તમારા દેહ ઉપર તમને અતિરાગ છે? ના...રે..ના... એ વાતમાં ય શા માલ છે?
પગના અંગુઠામાં સેપ્ટીક થાય અને ડૉક્ટર કહે કે, પગ કપાવી નાખવો પડશે, નહિ તો આખા શરીરમાં સેપ્ટીક ફેલાતા મોતને ભેટવું પડશે તો પગ પણ કપાવી નાંખોને? કેવો જીવ વહાલો છે?
કિંતુ જીવ પણ ક્યાં વહાલો છે? એ જો ખરેખર વહાલો બની જાય તો અમારે બીજો કોઈ ઉપદેશ પણ આપવાનો રહેતો નથી. જીવને ચાહતા આવડી જાય તો મોક્ષ હાથવેંતમાં છે. જો ખરેખર તમને જીવ વહાલો હોય તો મને જવાબ આપો કે સિનેમા જોવાથી; અનીતિ કરવાથી; ઈટલી ઢોસા ખાવાથી, વહાલો તમારો જીવ દુર્ગતિના દુઃખોને હવાલે થઈ જવાનો છે.બોલો હવે વહાલા જીવ ખાતર તમે સિનેમા વગેરે છોડી દેશો?
જો ના.. જો તે ત્યાગમાં આનાકાની... તો એ વાત નક્કી થઈ ગઈ કે તમને ભોગસુખનો રાગ જ વહાલો છે. એ ખાતર જીવ જહન્નમમાં જાય તો તેની ય ચિંતા નથી.