________________
નહિ એસો જનમ બાર-બાર
૧૮૩
ભગવદ્ભક્તની માનસિક સ્થિતિ અવશ્ય નિરાળી હોય. બેશક, કદાચ કાયિક વ્યવહારમાં એ “સારો ન પણ હોય તેવું બની જાય બાકી રાગવિજેતાના સેવકપણાના કારણે એનામાં “કાંઈક' તો વિશેષતા અવશ્ય હોય.
વીતરાગનો સેવક બંગલા બનાવીને તેમાં રહે પણ ખરો; છતાં એ સહુને કહેતો ફરે કે હું બંગલામાં જરા ય પાગલ નથી. કેમકે મને ખબર છે કે એક દિવસ આ જ બંગલામાંથી મારી ઠાઠડી નીકળવાની છે. મારે સ્ત્રી ખરી પણ હું તેમાં મોહાંધ નથી; મારે છોકરાં છે પણ હું તેમાં પાગલ નથી; લાખો રૂપિયા મારી પાસે છતાં હું ધનલમ્મટ નથી. મારા ભગવાને મને કહ્યું છે કે, “આ બધું વિનાશી છે; “તું” અવિનાશી છે. વિનાશીના રાગ કરીશ તો અવિનાશી નાહકનો માર્યો જાશે.” ૩
આમ રાગવિજેતાનો સેવક જાગતો તો હોય જ. એ સેવકપણાની ખુમારીથી એના જીવનમાં ઘણા પાપોના પ્રવેશ અટકાવી દેતો હોય. વીતરાગતા તો આજે નથી, પણ વીતરાગનું સેવકપણું તો આજે ય છે ને? એ ય ક્યાં કોઈને પરવડે છે?
સમ્યગ જ્ઞાનનું ફળ : ચિત્તશાંતિ
તમારા મોં ઉપર શાંતિ કેમ નથી? ભગવાન અરિહંતના ભક્ત થયા પછી પણ તમને જીવનમાં શાંતિ ય પ્રાપ્ત થઈ નથી?
તમારા મુખ ઉપર અશાંતિના ઘેરા વાદળ સદેવ ઘેરાયેલા કેમ દેખાય છે? સદાય તમે ઉદાસ કેમ? આ તે કેવી કમનસીબી? અરિહંતનો કહેવાતો ભક્ત આ જીવનમાં પણ અશાંત, પરલોકમાં ય સુખ ભ્રષ્ટ! મુક્તિની તો વાત જ ક્યાં રહી?
હવે શાંતિ તો પામો! તમારી સંપત્તિ વગેરે સામગ્રીઓ જ તમારા માટે આગઝાળ રૂપ બની રહી છે છતાં એની વચ્ચે રહીને પણ તમે ઠંડક પામી શકશો. આવી સદ્ધર મસ્તાનીઅત પામવી હોય તો આટલું જ જ્ઞાન જીવનમાં પચાવી દો કે સુખમાં કદી લીન થવું નહિ અને દુઃખમાં કદી દીન બની જવું નહિ. એ છાંયડા-તડકામાં સદેવ મસ્તાન રહેવું.
નાટ્યમંડળ ઉપર આવીને મહારાજા ભર્તુહરિનો પાઠ ભજવનાર નટ છેવટે તો દોઢસો રૂપિયાનો પગારદાર નોકર જ છે ને? એ વાતનું એને સંપૂર્ણ ભાન છે માટે જ તો જ્યારે એ મહામૂલા મુગટ વગેરે પથ્યમાં જઈને ઉતારી નાખે છે ત્યારે જરા ય રડતો નથી. અરે! પ્રેક્ષકોએ પીધેલી સીગારેટના ટૂંઠા ઊંચકીને ભારે સમાધિ (!)