________________
નહિ એસો જનમ બાર-બાર
બોલતો નથી સાંભળ્યો?
આ જ રીતે માથાના દુ:ખાવાવાળો પણ શરીરના બાકીના આરોગ્યના મહાસુખને પામી શકતો નથી. એ કહે છે, “આના કરતા તો દાઢનો દુખાવો સારો.”
એક જ પ્રકારના આરોગ્યના કરોડો રોગના અભાવરૂપ કરોડો સુખો હથેળીમાં રમતા હોવા છતાં કોઈ અનારોગ્યનું એકાદ દુઃખ તે બધાયને કેવા સળગાવી મારે
છે ?
હવે સંસારના સુખથી સુખી બનવાની વાત તદ્દન અશક્ય બની રહે છે એમ નથી લાગતું?
માથે મરણજનિત વિયોગની નગ્ન તલવાર તો વળી લટકતી જ ઊભી છે.
દુઃખ પાપાત્
જે બે વાતોમાં સર્વધર્મોની એકમતી પ્રવર્તે છે તે બે વાતો આ છે. (૧) સુખ ધર્મથી જ મળે. (૨) પાપ કરે તો દુઃખ આવે જ. અહીં બીજી વાત વિચારીએ.
પાપકર્મ અને પાપકાર્ય એ બે ભિન્ન વસ્તુઓ છે. આત્મા ઉપર ચોંટતા અશુભ કર્મને પાપકર્મ કહેવાય. અને જે કારણથી તે અશુભ કર્મ ચોંટયું હોય તે કારણને પાપકાર્ય કહેવાય.
જે આત્મા પાપકાર્ય કરે તેને પાપકર્મ ચોંટે. સામાન્યતઃ તો પૂર્વજન્મોના જ પાપકર્મો આ જીવનમાં ઉદયમાં આવતા હોય છે પરંતુ કયારેક આ જ જીવનના ઉગ્ર પાપકર્મો આ જીવનમાં પણ ઉદયમાં આવી જાય તે સુસંભવિત છે. પાપનું કાર્ય નાનું પણ કાં ન હોય? પરંતુ તેની પાછળ ઉગ્રતા અતિ ભયાનક પણ હોઈ શકે છે.
આવા કોઈ પાપકર્મો તમે બાંધ્યા છે ખરા? કદાચ એણે જ ઉદયમાં આવીને તમારા જીવનને એકાએક દુઃખની આંધીના ઝપાટામાં કેમ લઈ લીધું ન હોય?
તો આ દુઃખીજન! તું તારા ભૂતકાળમાં ડોકીયું કર. અને તપાસ કર કે એવું કોઈ ઉગ્ર પાપ તારા જીવનમાં થઈ ગયાનો સંભવ લાગે છે ખરો? બાળવય બદીમાં ગઈ હતી? યોવનને અનાચારનો કોઈ જોરદાર પવન અડી ગયો હતો? ખતરનાક